STORYMIRROR

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

સ્ત્રીશક્તિ

સ્ત્રીશક્તિ

1 min
3.2K


આજે એક ટોળું સ્ત્રીશક્તિ ને શોધવા નીકળ્યું. દરેક બ્યુટીપાર્લર, મેકઅપની દુકાન અને ડિઝાઈનર વેરનાં શૉરૂમમાં ડોકિયું કરી આવ્યું. પણ કંઈજ ન મળ્યું. મેં કહ્યું સરનામું જ ખોટું તમારું!

સ્ત્રી શક્તિ તો મળશે બાળકને જન્મ આપતી સ્ત્રીમાં, પરિવારને નોકરીનું સંતુલન જાળવતી નારીમાં, એસિડ અટેકનો શિકાર બની ને પણ સ્વનિર્ભર હોટેલ ચલાવતી તરુણીઓના ઉત્સાહમાં, એક ગામડાંના ખૂણામાંથી રેડિયો ચેનેલ ચલાવતી સ્ત્રીઓના સમૂહમાં, ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ મેડલ દેશ માટે લઇ આવનાર મેદાનની શુરવીરોમાં, હળ ચલાવતી એ ખેતરોની રાણીમાં, એ તમામ નીડર પગલાંઓમાં જે પોતાને ચાર દીવાલોનાં કેદી ન બનાવતા સમાજને પોતાની આવડત અનુરૂપ ઉપયોગી યોગદાન આપવા નીકળી પડ્યા છે!


સામગ્રીને રેટ આપો
લોગિન