સ્ત્રી સશક્તિકરણ
સ્ત્રી સશક્તિકરણ


શહેરનાં મધ્યમાં આવેલ સ્ટાર સર્કલ પાસે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવેલ હતું, એને લોકોનાં પણ ટોળે - ટોળા જામી ગયાં હતાં, કારણ કે આ સભા તેઓના પ્રિય નેતા રાકેશજી કરવાનાં હતાં, સૌ કોઈ આતુરતાપૂર્વક રાકેશજી આવે તેની રાહ જોઈ રહ્યાં હતાં.
થોડીવારમાં રાકેશજી એ ધમાકેદાર એન્ટ્રી કરી, હાજર બધાં જ લોકો અને આમંત્રિત મહેમાનોએ તાળીઓના ગળગળાટથી પોતાનાં પ્રિય નેતાને વધાવી લીધાં.
ત્યારબાદ આદરણીય નેતાશ્રી રાકેશજીએ "વુમન એમ્પાવરમેન્ટ" એટલે કે સ્ત્રી સશક્તિકરણ પર પર શાનદાર અને ધમાકેદાર ભાષણ આપ્યું, જેથી હાજર તમામ લોકો પ્રભાવિત થઈ ગયાં, જાણે બધાં અંજાય ગયાં હોય તેવું લાગી રહ્યું હતું.
એ જ દિવસે રાતે એ આદરણીય નેતાશ્રી રાકેશજીએ પોતાનાં ફાર્મ હાઉસ પર એક કોલ ગર્લને રંગરલિયા કરવાં માટે બોલાવી હતી.