STORYMIRROR

Varsha Bhatt

Children Stories

4  

Varsha Bhatt

Children Stories

સરોગસી - ૨

સરોગસી - ૨

2 mins
152

  અંજલીને મળીને રીયાની ઉદાસી દૂર થઈ ગઈ. ઘરે આવીને તેણે અજીતને પણ અંજલી વિષે વાત કરી. અને પછીના રવિવારે અંજલીના ઘરે લંચ માટે જવાનું છે તે કહ્યુંં. અઠવાડિયુ કયાં જતું રહ્યું ખબર ન પડી આજ રવિવાર હતો. રિયા સવારથી ખુશ હતી અને વિચારતી હતી કે કોફી શોપમાં અંજલીએ તેના પતિ વિષે કંઈ ન કીધું. ચાલો આજે જયારે મળવું જ છે તો જાણી લેશું. રીયા એ પીંક કલરની તેની ફેવરેટ સાડી પહેરી અને તૈયાર થઈ ગઈ. અજીત પણ મેચીંગ સૂટ માં હેન્ડસમ લાગતો હતો. જાણે મેડ ફોર ઈચ અધર. અંજલીના ઘરે જઈને ડોરબેલ વગાડી ને અંજલીએ દરવાજો ખોલ્યો. રીયા અને અજીતને વેલકમ કહ્યું. રીયા ચારેબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. રીયા બોલવા જ જાય છે કે તારા પતિ કયાં છે ? ત્યાંજ તેની નજર દીવાલ પર ટીંગાયેલી તસવીર પર જાય છે. અને તેના બોલાયેલા શબ્દો જાણે થીજી જાય છે. થોડી વાર કોઈ કશું બોલતું નથી પછી અંજલી વાત સંભાળતા કહે છે કે લગ્નનાં પાંચ જ વરસમાં આનંદનું મૃત્યુ થયું. મારા સસરા છે તેને અહી મુંબઈમાં ફાવતું નથી માટે ગામડે રહે છે. અને હું એક કંપનીમાં જોબ કરૂ છું. પેલા આનંદ વિના જીવવું મુશ્કેલ હતું પણ હવે આદત થઈ ગઈ છે. પરિસ્થિતિને અનુકૂળ થઈ ગઈ છું. અંજલીની વાત સાંભળી રીયાની આંખમાં આંસુ આવી ગયા. તેણે અંજલીને ગળે લગાવી હિંમત આપી કે હવે કયારેય તારી જાતને એકલી ન માનતી અમે બંને તારી સાથે છીએ. પછી બધાએ સાથે મળી ભોજન કર્યુ ને ફરી મળવાના વાયદા સાથે છુટા પડયા. 

   હવે રીયા ખુશ રે'વા લાગી. અંજલી પણ તેના કામમાં પરોવાઈ ગઈ. એકવાર અજીત કંપનીના કામે પુના ગયા હતા. રીયા સમય પસાર કરવા રીમોટ લઈ બેઠીને ચેનલો બદલતા એક ચેનલ પર ફિલ્મ જોવા લાગી" ચોરી ચોરી ચૂપકે ચૂપકે" બસ તેના મનમાં એકજ વાત ઘુમતી હતી. શું તેના જીવનમાં બાળકની કિલકારી હવે કયારેય સાંભળવા નહીં મળે ? તેને અંજલીનો વિચાર આવ્યો. શું અંજલી તેના બાળકની મા બનવા તૈયાર થશે ? બસ આજે જયારે અજીત આવે એટલે તેની સાથે વાત કરવાનું વિચારી તે ઊંઘી ગઈ. 

ક્રમશઃ


Rate this content
Log in