rekha shukla

Others

3.4  

rekha shukla

Others

સફર

સફર

5 mins
108


સો વ્હાય સફર !! સમયનું ચક્ર આગળ વધી રહ્યું છે રૂપા પાંચ ફિલ્મો સફળતાથી કરી ચુકી છે પ્રથમ સાથે જોડી જામી ચુકી છે. પાંચે ફિલ્મો હીટ રહી ભણતર પણ પુરુ કરી રહી હતી. લગ્નની જરુરિયાત જાણે રહી નહોતી. ૧૮ વર્ષ પછી પરિ અને રૂપા જુદા ફ્લેટમાં રહેતા હતા. . વડીલોનાં માર્ગદર્શનની જરૂર હવે હતી નહીં. પ્રિયંકા મેમ સમજાવવતા રહેતા પણ હજી શી ઉતાવળ છે વાળી દલીલ અને સંતાન હમણા કારકિર્દિ માટે જરુરી નથી વાળી વાતો ન્યુઝ મીડીયા ચલાવતું રહેતું.

છઠ્ઠી ફિલ્મમાં રૂપાને બોનસ મળ્યું હતું આખી ફિલ્મનું આઉટ્ડોર શૂટીંગ સાન એંટોનીયોમાં થવાનું હતું, પ્રથમ પણ બે ગીતોનાં ફિલ્માંકન માટે ત્યાં જ રહેવાનો હતો. કમનસીબે અક્ષર ને ચોથી સેમેસ્ટરમા ડેઝર્ટેશન તેજ સમયે હતું તેથી તે રૂપાની અનુકુળતાએ સમય આપી શકતો નહીં જ્યારે આ વાતથી થતા ટેંશનો ખાળવા પરિની જવાબદારી વધતી હતી. અને એક વખત વાત વાતમાં પરિ બોલી ગઈ અક્ષર નથી ત્યારે હું છું ને અક્ષરનો રોલ બજાવવા અને આમે ય મને ગમે છે તારા પ્રિયતમનો રોલ બજાવવા.. નવા શોઝ નવી મૂવીઝ નવા ટ્રેંડ કે નવી ફેશન ઓફ ટેઇલર સ્વીફ્ટ કે કીમ

કર્ડાશીયન ની ટ્વીટ્સ ફોલો કરતી આ બંને પાસે ગાસેપની ખાણ હોય એમની વાતો નિરંતર ચાલુ હોય ક્યારેક બીયર ક્યારેક સિગરેટ તો ક્યારેક મીની સ્કર્ટમાં બંને બાર માં ડાન્સ કરતી જુઓ તો નવાઈ ના પામશો. એમજ ચાલે છે આજકાલ બધે. . . ખાસમાં ખાસ બેસ્ટ ફેંડ એને જ કહેવાય છે.

ગાપચી મારી મળવાનું ના છોડે અને સાન એન્ટોનિયો ઇઝ સો બ્યુટીફુલ કે ત્યાં ની રીવર વોક પર મજા જ આવે. ફેમસ એલામો શ્રાઈન લાઇક ફોર્ટ- નેશનલ હિસ્ટોરિકલ પાર્ક ને જાપાનીઝ ગાર્ડનની મુલાકાત ક્યારે પ્રણય માં પલટાઈ ગઈ . . બોલ્ડ થોટ્સ ને બોલ્ડ એક્શન એનીથીંગ ઇઝ પોસિબલ. . . એન્ડ હેલ વીથ અક્ષર હી નેવર કેર, સો વ્હાય સફર !! આઇ એમ હીયર. . કહી પરિ એ રડતી રૂપા ને ચૂપ કરવા ટ્રાય કરી. અંધારા એ જાત ઉતરડી લો અજવાળાએ આળસ મરડી. . !! રૂપા કંઈ સમજે તે પહેલા તો અક્ષરનો ફોન આવ્યો અને રૂપા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.

અક્ષર બોલ્યો :::

તરણે ટપક્યાં રૂદ્રાક્ષરના અશ્રુ આશરે,

રોપ્યા કર ને સ્મરણ ના છોડવા આશરે .. !

રોપ્યા કર ને સ્મરણ ના છોડવા આશરે .. !!

ફોનમાં પણ બાઝી પડી. પગલી ફિર કોઈ બૂરા સપના દેખા ક્યા ? પછી તો બીજા વીકે આપણે મળીએ કેટકેટલી વાતો કરવાની બાકી રહી જાય છે જયારે મળીએ ત્યારે આ વખતે તો બધી જ વાત કરીશું તેમ અક્ષર પાસેથી પ્રોમિસ લઈ રૂપાએ રિસિવર નીચે મૂક્યું. દરેક ને મળવાનો આનંદ થાય ને ગૂમાવાનો ડર.. કદાચ આ કેસમાં મારું પણ એમ જ હશે... શું તને કદીય મારા બાબતે આવા વિચારો આવે છે ખરા ? મળ્યા ત્યારે પાછો વાત નો દોર પકડાયો ને અમે વાતોમાં ગરકાવ થઈ ગયા. દરેક સંબંધના નામ હોવા તે પણ જરુરી નથી.

ધરા ઉપર ચાંદની માં ન્હાઈ કોણ સૂતું છે લંબાઈ. . . ?

વ્હાલ આવી પાંગતે નિરખે બેઠું સંતાઈ. . !!

હા એજ દ્રશ્ય અગાશીએ છે ખાટલી ની સગાઈ. !

તું જ કહે ને તું જ વસે સર્વમાં સર્વત્ર પ્રેમ થઈ !!

જોયો સાવ એકલો દરિયો.

અમારી ટચુકડી બારીએથી માનવીઓના મધુવનમાં

જોયો સાવ એકલો દરિયો.

ચહેરાઓના વનમાં અમારો આસપાસનો રસ્તો

નાના-મોટા પગલાંથી પંથ એક ફૂટ્યો. . .

સમી સાંજની હરિયાળીમાં ભૂરા આકાશની આશામાં

લઈ તડકાનું ચોસલું. . બે બટકાં ભરી લંઉ. . .

ને પેલા વરસાદથી ધરતીની સોડમ જરા ગટગટાવી લંઉ...

મન ની આ પાર ને પેલે પાર. . !

માણસને ગમે તેવું વાણીનું વૃક્ષ એક ઊગે. .

ને શબ્દ મારો બને પારસમણિ. . .

પહોંચવાનું અક્ષરથી ઈશ્વર સુધી. . .

આયુષ્યની અયોધ્યામાં વ્યક્તિ અને અભિવ્યકતિ. . .

રેશ્મી ઋણાનુબંધ બને ખડક અને દીવાદાંડી. . .

તસ્વીરનું જ તીર્થધામ ને પ્રતીક્ષાના ઝરુખે દીવડી. . .

કોરા કાગળ ની વચ્ચે લખાણ ગહન લખેલું કે વછૂટી કેટલીય યાદો એમાંથી જાણે ફૂંટી હોય મોગરાની વેલી. મને વળગી એક કળી સુગંધ એની શ્વાસમાં થઈ ભળી રાતો રાતો ચાંદ મલક્યો શું . . શરમાઈ ને એ ગયો સંતાઈ કે વાદળીના પાલવે ભૂલકું બની ગયો ચાંદલિયો ખોવાઈ. આમ એક અધુરું પાનુ ક્યારેક

પૂરું લખાશે ની અણસમજમાં પડ્યું છે બૂક શેલ્ફ ની અડોઅડ ડાયરી માં સંતાઈ ને.

“કોનો ફોન હતો?” પરિએ પુછ્યુ

“સાહ્યબાનોજ તો વળી”

“શું કહેતો હતો?”

“ પ્રથમની જેમ રડતો હતો. આજની વાતો આવતા અઠવાડીયા પર રાખતો હતો.. એને શું કહું હેત એના પર ઢોળાવા બેકરાર છે અને તે તેનાથી બીલકુલ જ બેખબર છે. ”

“પણ હું તૈયાર છું ને તે વહાલને ઝિલવા. ”

“ના બાબા ના. પછી પ્રથમ ક્યાં જશે ?”

થોડી ચૂપકીદિ પછી તે બોલી. ”આ મોટા થવાનું અને સમજણા થવાનું દુઃખ છે. પહેલા તે કહેતો તે બધું કરવાનું મને ગમતું હતું. હવે સમજણ જેમ જેમ આવે છે તેમ તેમ મારું કહ્યું પણ તે કરે તેવી વૃત્તિ જોર પકડે છે. મને “ટાઈમ પાસ” કહેલું તે સમજાય છે. અને હૈયામાં તિરાડ પડે છે. જો કે તે વાત તો હવે ભુલવી રહી તેવું સમજ પણ કહે છે. પણ હૈયામાં એવું તો થાય જ છે ત્યારે તે તો મને રમત રમવાની ઢીંગલી માનતો હતો ને? મારો પ્રેમ કેટલો શુધ્ધ અને

સાત્વિક છે. . જ્યારે તે તો તકસાધુ હતોને?”

પરિ કહે “ મારો સગ્ગો ભાઇ છે પણ મને તે વખતે પણ નહોંતું ગમ્યુ અને આજે જ્યારે તે તારી સાથે સરસ રીતે વર્તે છે ત્યારે ક્યારેક તો તે શૂળ મને વાગી જતું. . જો આ સમજણ તને જે આજે ડંખે છે તે મને તે વખતે કેમ ડંખતી હતી તેનું કારણ મને હમણાં સમજાયું તે વખતે અને આજે પણ મેં મિત્ર કરતા પ્રેયસીનાં રૂપમાં તને વધુ જોઈ છે. . એ મારી છૂપી પ્યાસ તારો વીડીયો ઉતરતો હોય ત્યારે નીકળતી હતી”

રૂપા પરિ સામે જોઇ રહી. તેની નિર્ભિકતા અને પ્રેમની કબૂલાત ગમી ગઈ. જિગ્નુ હાઉસ કેફે માંથી બહાર નીકળી પરિએ રૂપા નો હાથ પકડી લીધો. સ્લો વોક માં પાર્કિંગલોટ તરફ જતાં બંને આંગળીઓની ઉષ્મા વચ્ચે પોતાના ધક ધક હ્રદયને સાંભળી રહ્યા. ઘટાદાર વૄક્ષ નીચે આવતાં જ પરિ એ રૂપા ને કમરથી પકડી પાસે ખેંચી. 'આઈ વોન્ટ ટુ ગો ઈટ સમથીંગ . . . હાઉ અબાઉટયુ ? આર યુ હંગ્રી ટુ ?' પરિ બોલી ને રૂપા ચૂપ ચાપ એને ઉપરથી નીચે જોતી રહી. એની આંખોમાં પણ તરસ હતી ભૂખ હતી. . . નમી તો હતી તે પડેલા ફૂલ ને લેવા પણ પરિ તેના ઉભરેલા વક્ષ ને તાંકવાનું ના ચૂકી . . . રૂપા છોભીલી પડી પણ પછી આછું સ્મિત અપાઈ ગયું. પરિ એ તેને ઝાડ ના થડ નજીક ધકેલીને એના વક્ષ પર હાથ ફેરવતાં તેનાં રસીલા પીંક હોઠોને ચૂમી લીધા. રૂપા ને શું કરવું ના સૂઝ્યું પણ તેને પરિનું વર્તન ગમ્યું આ સ્વિકાર હતો કે પરિક્ષા એ મનનાં સવાલને હડસેલતા નવા સાહસનું એલાન વધુ લાગ્યું. અક્ષરમાં તેની ઘવાયેલી લાગણી માટે રૂઝ આપતો આ મલમ હતો.


Rate this content
Log in