STORYMIRROR

PRAVIN MAKWANA

Children Stories Inspirational

3  

PRAVIN MAKWANA

Children Stories Inspirational

સંતોષ અને ઈમાનદારી

સંતોષ અને ઈમાનદારી

2 mins
187

થોડાક વખત પહેલાં લેખક અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઈવાળાની દુકાનેથી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો.

થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓને આપતા આપતા રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરે જ વધારે ભિખારીઓ મળી રહે...

ભજીયાં, સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દૂર, એક ઝાડ નીચે, એક ભિખારણ બે નાના છોકરાઓ ને લઈને બેઠી હતી. 

લેખક તેની નજીક જઈને તેને વ્યક્તિદીઠ ૧-૧ એમ ત્રણ પડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જય તે પહેલાં પેલી ભિખારણે "ઓ...સાહેબ ...

અરે..ઓ..શેઠ" બુમો પાડીને મને રોક્યો. 

પાસે આવીને કહે કે "સાહેબ, તમે ત્રણ જણના ત્રણ પડીકા આપ્યા, પણ આ નાલ્લો તો હજી 7 મહિનાનો જ થ્યો છે.. ઈ કેમનો ખૈ હખવાનો ? લો આ એક પડીકું પાછું લૈ જાવ. કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામ લાગશે.

"લેખકની આંખોમાં આંસુ આવી ગયા. (કેટલી ઈમાનદારી ?) છતાં એની પરિક્ષા કરવા માટે પૂછ્યું કે,"જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધું હોત, તો તને સાંજે ખાવા કામ લાગત.

શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઈ વ્યવસ્થા છે ? કે તું શું ખાઈશ ? છોકરાને શું ખવડાવીશ ?"...

તેણે હાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઈ ગયું, તેણે કીધું," શેઠ...સાંજની કે કાલની ચિંતા કરવાનું કામ મારૂં નથી, ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટ્લું જ મારૂં છે."

જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડ નીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોઈક ગાડીવાળાને નિમિત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઈમાની તો નહીં જ કરૂં. મારા નસીબનું હશે, તેટ્લું જ મને મળશે, નહીંતર તમે આપેલ આ પડીકુ પણ કોઈ કૂતરું કે કાગડો આવીને ખેંચી જશે ! 

જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ આપ્યો છે તો તેમાં જ મારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહીં તો હું અત્યારે ગાડીવાળાના ઘરમાં હોત....!


Rate this content
Log in