Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Leena Vachhrajani

Others

3  

Leena Vachhrajani

Others

સંશોધન

સંશોધન

2 mins
541


પંચમદા એની ટીમ સાથે કામમાં ગળાડૂબ હતા..

”ઓહોહો! એક એક પ્રતિમામાં કલાકારે શું કારીગીરી કરી છે ! એટલી જીવંત અને મનમોહક કે જાણે હમણાં બોલશે. અરે સુદર્શન, તમે પેલી રમયા મૂર્તિની ઝીણવટભરી છણાવટ કરો. હું આ ચિત્રાંગદાનું સંશોધન કરું છું.”


અને....

મને ફાળ પડી. મેં રમયા સામે નજર કરી ત્યાં એ નજીક આવી ગયો. બહુ ગુસ્સો આવતો હતો. યુગોપર્યંત જ્યારે આ સ્થળની રચના થઈ ત્યારે એમાં અમને જોઇને બહુ ગર્વ થયો હતો. પછી તો પર્યટકો માટે આ સ્થળ એક કલાની ઉત્તમ નિશાની તરીકે સ્થાપિત થયું અને રોજ હજારો સહેલાણીઓ અમને જોઇને બે મોઢે વખાણ કરતા થાકે નહીં. મને બહુ ગમતું પણ ખરું. રમયા પણ રાજી.


પણ પછી દાયકાઓ બાદ ઇતિહાસવિદોની નજર પડી. એ દિવસ અમારા માટે બહુ કાળમુખો સાબિત થયો. હું વિચારમાં હતી ત્યાં...

પંચમદાની મેલી ભૂખી નજર મારા પર ફરતી જોઇને બહુ આક્રોશ આવતો હતો.

“અરે મેલા મનના માનવ, આમ મને શું જોવે છે ! નામ મોટાં પણ મનના સાવ હલકા.”


આ નપાવટ પંચમદા અને સુદર્શન છેલ્લા ત્રણ અઠવાડિયાથી ઇતિહાસના અભ્યાસના બહાને અમને કામી નજરથી જોવે છે એ અમને સમજાય છે. અમારી દરેક અંગભંગિમા પર કલાના સંશોધનના નામે હાથ ફેરવે છે ત્યારે એના દરેક સ્પર્શમાં અનુભવાતી ગંદકીથી અમને કચકચાટ થઈ જાય છે.


માંડ સાંજ પડી અને સન્નાટો છવાયો. રાત્રે મૌન ગુફામાં પથરાયેલા અમારા નિ:સાસા કોણ સાંભળે! પણ આજે એ આક્રોશે અરસપરસ નજર મેળવીને એક નિર્ણય લીધો.


બીજે દિવસે ગુફાની બહાર મિડિયાની ભરમાર હતી. મોટી મોટી વેન, ફોટોગ્રાફરો, માઇક લઇને ફરતા પત્રકારોની ભીડ જમા હતી. મિડિયાએ દરેક એંગલથી ચકાસણી કરીને ટી.વી. પર મોટું કવરેજ આપ્યું હતું,


“કુદરતની કમાલ કે કરામત થઈ. ખજૂરાહોની ગુફામાં સંશોધન કરતા બે ખ્યાતનામ ઇતિહાસવિદો સ્તંભ પર અંકિત બે અપ્સરાના આગોશમાં ભયાનક ડરી ગયેલી હાલતમાં મળી આવ્યા. એમના બયાન મુજબ અપ્સરાઓ સજીવ થાય છે. અને આ બિલકુલ નવા સંશોધનનો વિષય છે."


Rate this content
Log in