સમય વડે સમજણ
સમય વડે સમજણ


કોઈ એક શહેરમાં એક ધનવાન માણસને એક દીકરો હતો. તેનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો હતો. તે નાની નાની વાત પર ગુસ્સે થઈ જતો હતો અને ગુસ્સામાં બધાને જેમ તેમ બોલવા લાગતો હતો. તે નાના કે મોટા માણસની મર્યાદા જાળવતો નહીં. એક દિવસ તેના પિતાએ તેની આ ખરાબ આદત છોડાવવા માટે તેને એક ખીલીઓ ભરેલો થેલો આપ્યો અને કહ્યું કે જયારે પણ તને ગુસ્સો આવે ત્યારે એક ખીલી દીવાલ પર લગાવી દેવાની.
તે દિકરાએ પિતાએ કહેલું કામ શરૂ કર્યું. પહેલા દિવસે તેને 50 જેટલી ખીલીઓ દીવાલ પર લગાવી દીધી. ત્યારબાદ દિવસે દિવસે તે દીવાલ પર ખીલીઓની સંખ્યા વધતી જ ગઈ. થોડા દિવસ પછી તેને વિચાર આવ્યો કે રોજ રોજ ખીલીઓ લગાવવા કરતા તો હું મારા ગુસ્સા પર જ કંટ્રોલ કરી લઉ. પછીના થોડા દિવસોમાં તેણે પોતાના ગુસ્સા પર ઘણા અંશે કાબુ કરતા શીખી લીધું. પછી એક દિવસ એવો પણ આવ્યો કે તે યુવકે આખા દિવસમાં એક પણ વાર કોઇના પર ગુસ્સો કર્યો જ નહીં. તેને આ વાત તેના પિતાને જણાવી. પિતાએ તેને કહ્યું કે બેટા હવે જે દિવસે તું જરાય પણ ગુસ્સો ના કરે તે દિવસે તે દીવાલ પરથી તારે એક એક ખીલી કાઢી નાખવાની.
યુવકે તેના પિતાએ કહેલું એમ જ કર્યું. શાંત હોય એટલે તે દીવાલ પરથી ખીલીઓ કાઢવાનું કામ કર્યું. એક દિવસ એવો પણ આવ્યો કે તે યુવકે દીવાલ પર લગાવેલી છેલ્લી ખીલી પણ કાઢી નાખી. અને તે પોતાના પિતા જોડે ગયો અને બધી વાત ખૂબ જ ખુશીથી કરી.
ત્યારે તે યુવકના પિતા તેને લઈને તે દીવાલ પાસે ગયા. અને કહ્યું કે દીકરા તે બહુ જ સરસ કામ કર્યું છે. પરંતુ તે જે દીવાલ પર જે છિદ્ર પાડ્યા છે. તે તું જોઈ શકે છે. હવે આ દીવાલ પહેલા જેવી લાગતી નથી શું તે પહેલાં જેવી બની શકશે. જ્યારે પણ તું ગુસ્સામાં કંઈ કહે કે કરે છે. ત્યારે તે શબ્દો પણ સામેવાળા માણસના હૃદયમાં ઊંડા ઘાવ કે દર્દ છોડી જાય છે. એટલે તું બીજી વાર ગુસ્સો કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખજે. તે યુવકે પિતાની આ વાત સાંભળીને તેને પોતાની ભૂલનો ખૂબ જ પસ્તાવો થયો.
માટે આપણે પણ કોઈક વાર કોઈ ઉપર ગુસ્સામાં કેટલીક એવી વાતો પણ કરી દઈએ છીએ. જે આપણને ન બોલવી જોઈએ. આપણે પણ ગુસ્સાથી બચવું જોઈએ.