સમસ્યા નિવારણ
સમસ્યા નિવારણ
કોઈ એક શહેરની વાત છે. જ્યાં એક રાધા નામની છોકરી રહેતી હતી. તે દેખાવે પણ ખૂબ જ સુંદર અને ચાલાક હતી પરંતુ થોડા સમયથી તે ખૂબ જ નિરાશ અને ઉદાસ રહેતી હતી.તે આમ ઉદાસ રહેવાના કારણે તેની માતાને ચિંતા થવા લાગી. તે પોતાની દીકરી જોડે જઈને પૂછ્યું કે બેટા રાધા તું ઉદાસ કેમ રહે છે ?
ત્યારે રાધાએ કહ્યું કે મમ્મી કંઈ જ ખબર પડતી નથી. ઓફિસમાં મારા અધિકારી મારા પણ ખૂબ જ ગુસ્સો કરે છે. મારા મિત્રોમાં પણ કારણ વગર, હું નિરાશ થઈ જાઉં છું. કંઈ ખબર પડતી નથી કે આવું મારા સાથે જ કેમ થાય છે. મને એમ થાય છે કે આ બધું છોડીને કોઈ શાંત જગ્યાએ જતી રહું. આ સાંભળીને તેની માતાને પણ ખૂબ જ દુઃખ થયું. તેને રાધા ના માથા પર હાથ મૂકીને કહ્યું કે બેટા ચિંતા ના કર. તું મારી સાથે રસોડામાં ચાલ ત્યાં તને તારી સમસ્યાનું સમાધાન મળી જશે.
રસોડામાં જઈને રાધાની માતાએ ત્રણ તપેલીઓ લીધી.અને તેમાં ત્રણેયમાં પાણી ભર્યું. ત્યારબાદ દરેકમાં અલગ-અલગ વસ્તુઓ મૂકી. અને તેને ગરમ કરવા માટે ગેસ પર મૂકવામાં આવી. તેમાં એકમાં ઈંડુ મૂક્યું.બીજામા ગાજર મૂક્યું અને ત્રીજામાં કોફીના કણ મૂકવામા આવ્યા. રાધા આ બધું જોઈ જ રહી કે મમ્મી શું કરે છે ? તેને આમાં કંઇ ખબર પડતી ન હતી. આમ આ તપેલીઓ ને ૨૦ થી ૨૫ મિનિટ સુધી ગેસ પર ગરમ કરવામાં આવી.ત્યારબાદ ગેસને બંધ કરવામાં આવ્યો.
>
ત્યારબાદ તેની માતાએ તપેલીમાથી ઈંડાને એક અલગ ડિશ માં મૂક્યું.ગાજરને પણ અલગ ડિશ માં મૂક્યું.અને કોફીને પણ એક અલગ કપમાં કાઢી લીધી. માતાએ રાધાને પૂછ્યું કે બેટા કંઇક ખબર પડી.તો રાધા કહે કે તેમાં શું મમ્મી એકમાં ઈંડુ છે.એકમાં ગાજર છે અને એક કપમાં કોફી છે. તે કહે મમ્મી આમાં તે શું નવું કર્યું ? તો તેની મમ્મીએ કહ્યું કે બેટા તું દરેકનો સ્પર્શ કરીશ તો તને ખબર પડશે કે શું ફરક પડ્યો છે ? જો બેટા આમાં દરેકની પરિસ્થિતી એક સરખી છે "ઉકળતું પાણી ." તેમ છતાં બધાનું પરિણામ અલગ અલગ છે.
જેમ કે ગાજર પહેલા બહુ જ કડક હતાં પરંતુ હવે તે નરમ થઇ ગયા. ત્યાર બાદ ઈંડાને જો ઉપરથી કડક અને અંદરથી પ્રવાહી હતાં. તેની પરિસ્થિતિ બદલાઈ ગઈ. તે બહારથી નરમ થઇ ગયા અને અંદરથી કઠિન થઈ ગયા. અને હવે કોફીના કણને જો તેમને પણ સમસ્યા તો હતી જ પણ તેમણે સમસ્યાને પોતાનામાં પરિવર્તન કરી દીધું અને તે એક ખુબ જ સુંદર કોફીમાં પરિવર્તન થઈ ગઈ.અને તે બીજા લોકોને પણ ખુશ કરી શકે તેમ છે.હવે બેટા તારે જાતે જ નક્કી કરવાનું કે તારે કોના જેવું બનવું.ઈંડા જેવું, ગાજર જેવું કે કોફીના કણ જેવું.
આ વાત આપણે પણ સમજવી પડશે કે કોઈ પણ સમસ્યા મોટી નથી પરંતુ તેને આપણ મોટી કે નાની બનાવીએ છીએ. કોઈ પણ સમસ્યાને સમજવા માટે સમય આપવો જોઈએ. કોઈ પણ સમસ્યા એવી નથી કે તેનો ઉકેલ ન હોય.