સમર્થ
સમર્થ
સવારે પોણાં સાત વાગે સ્કૂલે પહોંચીને પ્રાર્થના ફરજીયાત, એટલે 12 વર્ષનો સમર્થ સાડા પાંચ વાગ્યાથી ઊઠીને તૈયાર થાય ત્યારે માંડ પહોંચે.
સ્કૂલેથી આવીને હોમવર્ક ફરજીયાત, તો જ મમ્મી જમવાનું આપે. જમીને અડધી કલાક મોબાઈલ મળે, ગેમ રમવા માટે. ત્યાં ઊંઘ આવે પણ જરાક ઝોકું ખાઈને તરત ઊઠી જવાનું..ટ્યુશનમાં જવાનું લંચબોક્સ લઈ જવાનો, ત્યાંજ નાસ્તો કરીને ત્યાંથી બીજા ટ્યુશનમાં જવાનું. સમર્થનું આગલું રિઝલ્ટ ઘટીને 89 ટકા જોયું ! ત્યારથી બીજું ટ્યુશન પણ મમ્મીએ ગોઠવ્યું હતું. ગયા વર્ષે જ સમર્થ સાયકલ શીખ્યો એટલે દરેક જગ્યાએ સાયકલ પર જ જવાનું.
ઘેર આવે ત્યાં સાંજના આઠ વાગી જાય. ત્યારથી જમવાનું, અને ટ્યુશનનું હોમવર્ક કરે ત્યાં સાડા નવ થઈ જાય. પછી મિત્રો સાથે રમવા તો જાય, પણ ત્યાં એક જગ્યાએ બેસી રહે. રમવા કે દોડવાની ઈચ્છા જ ન થાય. એ પણ એક કલાક માટે જ.
એક રવિવારે સમર્થ દોસ્તો સાથે ફિલ્મ જોવા ગયો બાળમજૂરી.
બીજે દિવસ સાયકલ લઈને સમર્થ ઘરની બહાર નીકળી ગયો.
