STORYMIRROR

PRAVIN MAKWANA

Children Stories Comedy

4  

PRAVIN MAKWANA

Children Stories Comedy

સિંહનો બિઝનસ અને કીડીઓને સજા

સિંહનો બિઝનસ અને કીડીઓને સજા

2 mins
175

જંગલમાં સિંહે એક ફેકટરી ચાલુ કરી...

એમા વર્કર માટે પાંચ કીડી હતી જે સમયસર આવી ને પોતાનું બધુ કામ ઈમાનદારીથી કરતી. સિંહનો બિઝનેસ બરાબર ચાલતો હતો. એમા સિંહને મનમાં થયું કે પાંચ કીડી જો આટલું સરસ કામ કરે છે તો એને કોઈ એક્ષપર્ટની દેખરેખમાં રાખુ તો વધારે સારૂ કામ કરશે.

એણે એક ભમરાને પ્રોડકશન મેનેજર તરીકે રાખ્યો ભમરાને કામનો અનુભવ હતો અને રિપોર્ટ લખવામાં પણ એક્ષપર્ટ હતો.

ભમરાએ સિંહને કહ્યુ કે સૌથી પહેલા આપણે કીડીઓનું વર્ક શેડ્યુલ બનાવવું પડશે પછી એનો રેકોર્ડ પ્રોપરલી રાખવા માટે મારે એક સેક્રેટરીની જરૂર પડશે.

સિંહે મધમાખીને સેક્રેટરી તરીકે રાખી લીધી,

સિંહને મધમાખીનુ કામ ગમ્યુ અને કહ્યુ કે કીડીઓનુ અત્યાર સુધીના કમ્પલીટ કાર્યનો રિપોર્ટ અને પોગ્રેસ ગ્રાફ રજુ કરો...

મધમાખીએ કહ્યુ ઠીક છે,એના માટે મારે એક કોમ્પયુટર, લેઝર પ્રિન્ટર અને પ્રોજેકટર જોઈ છે..

સિંહે એક કોમ્પયુટર ડીપાર્ટમેન્ટ જ બનાવી આપ્યો અને એના હેડ તરીકે બિલાડીની નિમણુક કરી દીધી .

હવે કીડીઓ કામને બદલે રિપોર્ટ પર વધારે ધ્યાન આપવા લાગી એના લીધે એનું કામ અને પ્રોડકશન ઓછું થવા લાગ્યુ...

સિંહને લાગ્યુ કે હજી એક ટેકનિકલ એક્ષપર્ટ રાખવો પડશે જે બધા ઉપર દેખરેખ ને સલાહ આપી શકે...

એટલે વાંદરાને એક્ષપર્ટ તરીકે રાખી લીધો,

હવે ફેકટરીમાં જે કામ સોંપવામાં આવતુ તેમાં કીડીઓ ડર અને રિપોર્ટને લીધે પૂરું ન કરી શકતી ફેકટરી નુકસાનમાં ચાલવા લાગી...

સિંહે એક નફા નુકસાનના માસ્ટર ડીગ્રીવાળા શિયાળને નુકસાનના કારણ માટે બોલાવ્યો...

ત્રણ મહીના પછી શિયાળે રિપોર્ટ સિંહને આપ્યો કે ફેકટરીમા વર્કરની સંખ્યા વધારે છે માટે એને છૂટા કરવામાં આવે...

હવે કોને કાઢવા છેલ્લે બધાએ નકકી કર્યુ કે કીડીઓને રજા આપવામાં આવે.


Rate this content
Log in