Kantilal Hemani

Others

3  

Kantilal Hemani

Others

સીધી લાઇન

સીધી લાઇન

1 min
228


મેં વાડામાં જઈને જોયું તો સાંજના સમયે જ્યાં અંધારું રહેતું હતું એ બાજુના ભાગમાં સાગર-નિલેશ એક ટ્યુબ લાઈટ ફિટ કરવાનું આયોજન કરી રહ્યા હતા.

એ લોકો પૂરતી સલામતી સાથે કામ કરી રહ્યા હતા. હું ગયો એટલે મને કહે : 'પપ્પા આ લાલ છેડો લાલ અને લીલો છેડો લીલામાં જ કેમ રહે ખબર !

મેં કહ્યું હા" ભડાકો" ન થાય માટે.

'પણ પપ્પા જો લાઇન હંમેશાં સીધી જ રહે તો જિંદગી અને લાઈટમાં ભડાકા થતા નથી એમ તમે આજે ફોન પર વાત કરતી વખતે કહેતા હતા એ વાત મેં ધ્યાન થી સાંભળી હતી.' સાગર બોલ્યો.

'હા  બેટા, સીધી લાઇનખૂબ જરૂરી છે.'


Rate this content
Log in