rekha shukla

Others

3  

rekha shukla

Others

શિવાની ને હેમલ

શિવાની ને હેમલ

4 mins
251


રોજ આઝાદી મન મારી ને મનાવાની ને દ્વંદ્વયુદ્ધ દિલ ને દિમાગનું ચાલ્યા કરવાનું. પણ કોઈ સાચો નિર્ણય લઈએ તો ? બુલબુલથી ના રહેવાયું. જોવા જઈએ તો વાત સાચી છે... હજુય એનું મન 'હા' કે 'ના' માંજ ફસાયેલું છે. " પ્રેમ છે કે આભાસ એ તો સમજ અરે પગલી ! " ચાર છ મહિના થશે પછી નિર્ણય લઈશ કહી ધડ દઈને બારણું બંધ કરતી શિવાની પગ પછાડતી ચાલી ગઈ. માઇકલ કંઇના સમજ્યો હોત પણ એના હાવભાવ જોઈ એટલું તો સમજાયું કે શિવાની ખુશ નથી. હેમલ સાથે જરુર કંઇક ધમાલ થઈ લાગે છે. બુલબુલ માઈકલ શિવાની ને હેમલ = કોલેજ ની ચાર જણાની ટોળકી... પોતાનાં અજવાળાં ના પોટલા !! હા, જ્યારે ને ત્યારે સાથે હોય કે ન હોય પણ બીએફએફમાંથી ગર્લફ્રેંડ બોયફ્રેંડ થતાં બધે સાથે દેખાવા મંડ્યા. ત્યારે કોકીએ કીધુ પણ ખરું.. ચંડાળ ચોકડી બધેય સાથે ને સાથે. અરે, ભાઈ આ શું ? પગલી ની પાછળ પાગલ જ્યારે જુઓ ત્યારે આંખમાં આંખ નાંખી તાંકતા હોય...ચાંચો લડાવતા ખી ખી હસતા હોય. શરમ કે લાજ નું નામ નથી રહ્યું.

માથુર સર ખૂબ ચિડાયેલા, ક્લાસરૂમમાંથી બહાર કાઢવાના સ્કૂલના દિવસો નહોતાં કે સજા કરે પણ સર નો ગુસ્સો જોઈ બધા આઘાપાછા થવા લાગ્યા.. એકબીજાની સામે ઝડપથી જોઈને છૂટા પડી ગયા, પાછળથી સરને હસતા જોઈ રહ્યા. પંડિતજી આવી જ રહેલા તેથી પપ્પા કેટલી ચિંતા કરતા હતા ને હેમલ ફોન પણ નહોતો ઉપાડતો. મમ્મીએ અને સ્વાતિએ પૂજન માટે બધીજ તૈયારી કરી જ રાખેલી. દિવાળીના પવિત્ર દિવસોમાં પૂજન કરવાની પ્રથા બરકરાર રાખતા હતા. છેલ્લી મિનીટ સુધી ભાઈ સાહેબ હજુય ન પધાર્યા તો પપ્પા ની ડાંટ સાંભળવી પડી જ્યારે ઘરમાં પ્રવેશ્યો. " તમે ફોન જ શા માટે રાખો છો ? અમે કરીએ ત્યારે ઉપાડતો જ નથી. ક્યા ચક્કર ચલા રહા હૈં યે લડકા ? આટલું મોટું ફોનનું બિલ હું દર મહિને કેમ ભરું છું તે જ 

સમજાતું નથી. મમ્મીએ તો પણ હેમલનું ઉપરાણું લીધું ને વાત વાળી લીધી.

ફસ્તા ફસાતા ફસાવતા રહ્યા બધા જ એના ચક્કરમાં. આખરે ઉત્તરાયણ ઉતરતા લગ્ન માટે વાત નક્કી કરાઈ...કે તું તારી જાણીતી છોકરી સાથે લગ્ન કરી લે અથવા અમે બતાવીએ તેની સાથે લગ્ન કરી લેવાના છે. હોળાષ્ટક પછીના પહેલા મુહુર્તમાં શુભ લગ્ન લેવાયા. બુલબુલ ને માઈકલ પણ રાજીના રેડ હતા. તોફાન, મસ્તી, વ્યવહાર, ડેકોરેશન, પાર્ટી બધાની જવાબદારી ખુશી ખુશી ઉપાડી લીધી. બધીજ તૈયારી ફટાફટ થઈ ગઈ ને વરરાજા ઘોડે ચડ્યા... બાજુવાળા પ્રદીપકાકા આખ્ખાબોલા હતા. તે બોલી ગયા " આખરે ગધેડો ઘોડે ચડી ગયો ખરો..!! " એ માથુર સરે સાંભળ્યું ને બંને ખડખડાટ હસી પડ્યા. 

કમીટમેંટ થી ડરતી આજકાલની જનરેશનમાં લગ્ન, ઘર, નોકરી, બિલ્સ, ને શોપિંગ વગેરે વગેરેથી ઓહ માય ગોડ નાના મોટા રોજના સમઝોતા ને ઝગડા પતે ને ચાલુ રહે સ્વાભાવિક છે. શરૂઆત છે.. ડીફરન્સ ઓફ ઓપિનિયન છે...પોતપોતાના અરમાન પણ છે. બુલબુલ ને માઈકલના લગ્ન ચર્ચમાં સ્મોલ ને સીમ્પલ ગેધરીંગ વચ્ચે ઓછા ખર્ચે પતી ગયા. સ્વીટ ને કોઝી સેરીમની. ચારેય હજુ પણ મળતાં રહેતા. જોવાથી જે થાય તે આકર્ષણ ને જાણવાથી થાય તે પ્રેમ ! પણ સમજાય એને સમજાવવાની જરૂર જ ક્યાં હોય છે. 

બેગ પેક કરતી શિવાની ગુસ્સામાં આડેધડ કપડા ફેંકતી હતી... હેમલ એને જોઈ રહ્યો. બુલબુલ માઇકલે હવે આવવા જવાનું સાવ ઓછું કરી નાંખ્યું છે. બધા શિવાનીને સમજાવી સમજાવીને હવે થાકી ગયા છે. સુભદ્ર સમાજમાં પૈસા વધે ને બધાના એટીટ્યુડ્માં આવે પ્રોબ્લમ.. ખોટા ચેન ચાળા ને નખરાં વધે તે જુદુ. આમ શોપિંગના ખર્ચાનું ક્રેડિટકાર્ડનું બિલ અઢી લાખનું આવ્યું તો હેમલ ગુસ્સો રોકી ના શક્યો. કીધેલું પાછું લેવાતું નથી. ટણીવાળી શિવાનીથી પણ સહન ન થયું કે કહી દીધું પપ્પાના પૈસાથી લીધું છે. એણે તો ઘર છોડીને જ ચાલ્યા જવાનું નક્કી કરી નાંખ્યું. ઉતાવળા સૌ બાવરાં ધીરા સૌ ગંભીર. આમતેમ ફેંદી કપડાં બેગમાં મૂકી ઉપર બેસીને બેગ બંધ કરવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી હતી. આ બાજુ હાંફળી ફાંફળી થતી લક્ષ્મીબાઈએ રસોડામાં ચીસ પાડી...ઉતાવળથી શાક સમારવા ગઈને આંગળી લોહી લૂંહાણ.. !! મમ્મીએ જઈને શિવાની પરથી નજર હટાવી રસોડા તરફ મેડિસીન બોક્સ લઈ ચાલવા માંડ્યું. લક્ષ્મીબાઈ બોલી 'અરે પેહલે દીદી કો રોકદો માઈ, બેન્ડેજ મે લગા લૂંગી. ગલતી હો જાતી હૈં ગલત લોગ તો નહીં હોતે હૈં ન ઔર માફી દેના આસાન તો નહીં પર માફ કરને સે રિશ્તે સંભલ જાયેંગે તૂટ તો નહીં જાયેંગે ન'

જૂઠાણા ના પાયા પર સપનાની ઇમારત નથી ચણાતી. ગુસ્સામાં ને મિનીટોમાં લીધેલા નિર્ણય દુઃખ દે છે. પપ્પા સમજાવતા રહ્યા. તેમને વળગી રહેલી શિવાની ને હેમલ ચૂપચાપ સાંભળતો રહ્યો. મમ્મીએ લક્ષ્મીબાઈને બેન્ડેજ બાંધીજ દીધો હતો. બેટીની પીઠ પર શાંતિથી હાથ ફેરવતા જ રહ્યા.

વડીલોની અસમજ ને ખોટી ખટપટથી ઘર ભંગાય છે ત્યારે આજની જનરેશન ની વાતને સમજે તે ઘણુ સારું છે.તે જ રીતે ઘડપણ તરફ આગળ વધતા વડીલોને પણ સમજ્વામાં આવે તે પણ એટલું જ જરૂરી છે. એકબીજા ને માફ કરીએ તે પહેલા પોતાને માફ કરતાં શિખીએ...તે પ્રથમ પગલું. હેમલે કીધું શિવાની હવે માની જા ને જાનુ !! આપણા બિલ, આપણા ખર્ચા, આપણો સંબંધ માત્ર આપણી જ જવાબદારી ...તેથી જાગ્યા ત્યારથી સવાર ને, બેગ ને રૂમમાં મૂકતા બોલ્યો . હા. ક્યાંય નથી જવાનું હો મને મૂકીને..!! 

"તુમ ઔર મૈં હમ હો જાતે " પ્રપોઝ કરેલુ ત્યારે આજ ગીત ગાઈને ખુશ કરી દીધેલા... 'દર્દ દિલોં કે કમ હો જાતે જાનુ તુમ જરા સમજો થોડા મૈ તુમ્હૈં સમજુ !!' હેમલે ગાયું ને શિવાની ધ્રુસકે ને ધ્રુસ્કે રડી પડી. જે તમારી કેર કરતા હશે, તમને ચાહતા હશે .... તે જ તમારી ખામોશીને સમજી શકશે ! તમારા મૌનને સાંભળી શકશે ખરૂં ને !

બીચ કે ફાંસલે ઔર તડપ કમ હો જાયે 

તેરે નામકી ધડકન મેરી મંજીલ હો જાયે

રબ્બા ખૈર કરે યું જીને કી રાહ મિલ જાયે

પ્યારસે મિલો ગલે શિકવેગીલે દૂર હો જાયે.


Rate this content
Log in