Prashant Subhashchandra Salunke

Children Stories

3  

Prashant Subhashchandra Salunke

Children Stories

શેઠનો નોળિયો...

શેઠનો નોળિયો...

1 min
204


એકવાર એક શેઠે તેના ઘરમાંથી નોળિયાને પકડી પાડ્યો. એ નોળિયાની ડોક મરડવા જ જતો હતો ત્યાં નોળિયો બોલ્યું “અરે ! કૃતઘ્ની તું આ શું કરે છે ? મારી આજદિન સુધી કરેલી સેવાઓને તું ભૂલી ગયો ? હું તારા ઘરમાં પ્રવેશતા ઉંદરોનો નાશ કરી તારા અન્ન-ધાનની સુરક્ષા કરું છું. મારી બીકને લીધે જ ઉંદરો તારા ઘરમાં આવતા નથી; અને આજે તું મને જ મારવા નીકળી પડ્યો ?”

શેઠ બોલ્યો “નોળિયા, તારા આ પરોપકારનો ડોળ કૃપા કરી બંધ કર, તું ઉંદરોને તારા અંગત સ્વાર્થને લીધે જ મારા ઘરમાંથી ભગાડે છે. હકીકતમાં તો ઉંદરો કરતાં તારો ઉપદ્રવ વધુ છે,”

શેઠે આમ બોલી નોળિયાની ડોક મરડી નાખી.

બોધ : બાળકો, કેટલાક લુચ્ચા લોકો અમુક કામ પોતાના સ્વાર્થ માટે કરતાં હોય છે. પરંતુ તે પરોપકારાર્થે એ કામ કરતાં હોય તેવો ડોળ કરી શાબાશી મેળવવાનો પ્રયત્ન કરે છે. શાબાશી આપવાં કરતાં આવા લોકોના નાટક આપણે ઉઘાડા પાડવા જોઇએ.


Rate this content
Log in