Dineshbhai Chauhan

Children Stories

4.7  

Dineshbhai Chauhan

Children Stories

શાંત મને મોટી સફળતા

શાંત મને મોટી સફળતા

2 mins
440


એક સરસ મજાનું સુંદર ખેતર હતું. ત્યાં એક ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતો હતો. અને ત્યારબાદ બાજુમાં આવેલ નાનકડા મકાનમાં રાખવામાં આવેલ અનાજની કોઠીમાં અનાજ ભરવાનું કામ કરી રહ્યો હતો.

તેને કામ કરતા કરતા અચાનક જ તેની કાંડા ઘડિયાળ ક્યાંક ખોવાઈ ગઈ. એ ઘડિયાળ તેના પિતાએ ભેટ આપી હતી તેના કારણે તે ખૂબ અમૂલ્ય હતી. સાથે સાથે તેની સાથે અંગત લાગણીઓ પણ જોડાયેલી હતી.

તે ઘડિયાળ શોધવા માટે ખેડૂતે ખૂબ કોશિશ કરી, કોઠીનો ખૂણેખૂણો જોઈ લીધો પણ ઘડિયાળ ક્યાંય ન મળી. અંતે નિરાશ થઈ તે કોઠીની બહાર નીકળી ગયો. બહાર આવી તેણે જોયું તો ફળિયામાં કેટલાક બાળકો રમતા હતા. 

તેણે બાળકોને બોલાવી પોતાની ઘડિયાળ વિશેની વાત કરી અને તેમને ઘડિયાળ શોધી આપવાનું કામ સોંપ્યું. સાથે જે બાળક ઘડિયાળ શોધી આપે તેને આકર્ષક ઈનામની પણ ઘોષણા કરી.

 ઈનામની લાલચમાં બાળકો ઘડિયાળ શોધવા કોઠીમાં ઉતરી ગયા. ખૂણેખૂણો જોઈ લીધો પણ ઘડિયાળ ક્યાંય મળી નહિ. થાકી-હારીને બાળકો પણ કોઠીની બહાર નીકળી ગયા. 

            ખેડૂત ખૂબ નિરાશ થઈ ગયો અને લમણે હાથ દઈ બેસી ગયો. બરાબર ત્યારે જ એક બાળક પરત આવ્યો અને તેણે ઘડિયાળ શોધવા પોતાને વધુ એક તક આપવા જણાવ્યું.

ખેડૂતે તરત જ હા ભણી. બાળક કોઠીમાં ગયો અને થોડીવારમાં જ ઘડિયાળ લઈ બહાર આવી ગયો. તેના હાથમાં ઘડિયાળ જોઈ ખેડૂતના આનંદનો કોઈ પાર રહ્યો નહિ. તે ખૂબ જ ખુશ થઈ ગયો.તે ખુશી વ્યક્ત કરતા કરતા તેણે બાળકને પૂછ્યું કે તે આ ઘડિયાળ શોધી કઈ રીતે ?

બાળકે જવાબ આપ્યો કે હું કોઠીમાં જઈ શાંતિથી એક ખૂણામાં બેસી ગયો. નીરવ શાંતિ વચ્ચે મને ઘડિયાળનો ટિકટિક અવાજ સંભળાયો. મેં ત્યાં તપાસ કરતા ઘડિયાળ મળી ગઈ. 

           આ સાંભળી બાળકની ચતુરાઈ પર ખેડૂત ખુશ થયો અને તેને ઇનામ પણ આપ્યું.

        આપણે પણ અમુક સમયે બૂમો પડીએ છીએ. બીજા કહે તેમ કરીએ છીએ. શાંત ચિત્તે વિચાર કરીએ. તો ખૂબ જ અસરકારક પરિણામ મળતું હોય છે.

          આમ મિત્રો, બીજાની વાતમાં હા માં હા કરતા પહેલા મનની વાત સાંભળો. ઘેટાં જેવા ન બનો કે એકની પાછળ એક ચાલ્યા કરે. તમે તમારા મનના માલિક છો. શાંત ચિત્તે વિચારો કે આપણે શું કરવું છે અને શું નહિ ? આપણે તો જ જીવનમાં આગળ નીકળી શકીશું.


Rate this content
Log in