સેવા પરમોધર્મ
સેવા પરમોધર્મ
સુકુમાર ને કંપની તરફથી મેનેજમેન્ટ ટ્રેનિંગનાં બે અઠવાડિયાનાં પ્રોગ્રામમાં સ્પોન્સર કરવામાં આવ્યાં હતાં. ટ્રેનિંગ વડોદરામાં ફાઈવ સ્ટાર હોટલમાં રાખવામા આવી હતી. ખૂબ જ ટાઈટ ટાઈમ ટેબલ હતું. દર વીક એન્ડમાં સિલેકટેડ પ્રતિભાગી એ પ્રેઝન્ટેશન આપવાનુ હતું. સુકુમારનું આજે પ્રેઝન્ટેશન હતું. ખુબજ તૈયારી કરી હતી. સવારમાં ટેક્સીમાં બેસી ને ટ્રેનિંગ પ્રોગ્રામ તરફ જતા હતા. રસ્તામાં તેની નજર એક રોડ એક્સિડન્ટ પર પડી. એક બાઈક સવાર ને કોઈ વાહને અડફેટમાં લઈ ને પછાડી દીધો હતો અને તેને તાત્કાલિક સારવારની જરૂર હતી.
દયાળુ સ્વભાવનાં સુકુમાર અમંજસની સ્થિતિમાં મૂકાઈ ગયા. એક તરફ તેને ઘાયલ ભાઈ ને હોસ્પિટલ લઈ જવાની જરૂર લાગતી હતી, તો બીજી તરફ તેને સવારમાં પ્રેઝન્ટેશન કરવાં ટાઈમ સર પહોંચવાનું હતું. તેમાં વાર થવાથી ઘણાં લોકો નો સમય વ્યર્થ જાય. તેમજ તેને અમૂલ્ય તક પણ મિસ થાય. ફાઈનલી તે ટેક્સી રોકી ને ઘાયલ ભાઈ ને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં દાખલ કરી ને તેના સબંધી ને માહિતી આપી અને સબંધી હોસ્પિટલ આવ્યાં પછી તે ટ્રેનિંગ સ્થળ પર આવ્યાં. ઘણું જ મોડું થઈ ગયું હતું. સરસ નવા સુટ (કપડાં) પર લોહી નાં ધાબા પડેલ હતા. મનમાં પ્રેઝન્ટેશન માટે ટાઈમ સર ન પહોંચી શક્યા નો અફસોસ તથા શરમ ભાવ હતો. તેઓ જેવાં ટ્રેનિંગ સ્થળ દાખલ થયા, લોકો એ તેની આવી હાલત જોઈ ને તેની હકીકત જાણી. તુરંતજ કાર્યક્રમનાં આયોજકે તેમજ સહપાઠીઓ એ તેનું ઊભા થઈ ને તાળીઓ નાં ગગડાટ કરી ને તેનું બહુમાન કર્યું. સુકુમાર ને લાગ્યું કે મેનેજમેન્ટ ટ્રેનિંગ પૂરી થાય તે પહેલાં જ તે જીવનની સાચી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયા છે. જે પરીક્ષા છે સેવા, ઘાયલ ને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જીવન બચાવવાની સેવા.
