Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Rahul Makwana

Others


4.8  

Rahul Makwana

Others


સબંધનું નેટવર્ક

સબંધનું નેટવર્ક

1 min 321 1 min 321

એક ઘરડીમાં પોતાનો મોબાઈલ ફોન લઈને આંખોમાં લાચારી અને ઉદાસી સાથે મોબાઈલ રિપેર કરનારની દુકાને ગઈ. અને દુકાનદારને કહ્યું, "બેટા ! આ મોબાઈલ ફોન બરાબર ચાલે છે કે નહીં તે ચેક કરી આપોને !" - પોતાનો મોબાઈલ ફોન આપતાં તે લાચાર મા બોલી.


થોડીવાર બાદ દુકાનદારે મોબાઈલ ફોન ચેક કરીને કહ્યું, "માજી ! મોબાઈલ ફોન તો એકદમ બરાબર જ છે તેમાં કોઈ જ ખામી નથી. તમને કેમ એવું લાગ્યું કે મોબાઈલમાં કાંઈ ખામી છે એવું ?" - દુકાનદાર તે લાચાર માની સામે જોઇને બોલ્યો.


"બેટા ! આ મોબાઈલ મારી પાસે છેલ્લા બે મહિનાથી છે પરંતુ આ છેલ્લાં બે મહિના દરમ્યાન મારા દીકરાનો એક પણ કોલ આવ્યો નથી. એટલે મને એવું લાગ્યું કે મોબાઈલ ફોનમાં ખરાબી આવી ગઈ હશે !" - આંખોમાં આંસુ સાથે તે લાચાર મા બોલી.


આ સાંભળી દુકાનદારની આંખોમાં પણ આંસુ આવી ગયાં અને એકીટશે એ લાચાર માની સામે સ્તબ્ધ બનીને જોઈ જ રહ્યો !


Rate this content
Log in