Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

સાઇરન

સાઇરન

1 min
14.2K


જયારે પણ રસ્તા ઉપરથી એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ કે પુલિસનું સાઇરન સંભળાય યુગની મમ્મી અચૂક બોલતી,"ઈશ્વર જે પણ મુશ્કેલીમાં હોય એમની મદદ કર." યુગ મશ્કરી ઉડાવે. "મારી અતિ સંવેદનશીલ મમ્મી એ તારા કોણ લાગે ?"

"મારા તો કોઈ નહિ. પણ અન્યના તો કોઈ ને કોઈ લાગતા જ હશે."

આજે રસોડામાંથી ફરી સાઇરન સાંભળ્યું. પ્રાર્થના કરી. થોડીવારે ફોન રણક્યો. એ હોસ્પિટલ દોડી. "સમયસર લઈ આવ્યા નહીંતર.."

યુગે આંખો ખોલતાં જ પૂછ્યું,"સાઇરન સાંભળ્યું?"

"હા અને પાર્થના પણ કરી.." હેતથી માથા પર હાથ ફેરવતા મમ્મી બોલ્યા. ત્યાં જ રસ્તા ઉપરથી ફરી કોઈ સાઇરનનો અવાજ આવ્યો. મમ્મી બોલે એ પહેલાજ યુગ બોલી ઉઠ્યો," ઈશ્વર જે કોઈ મુશ્કેલીમાં હોય એની મદદ કર."


Rate this content
Log in