સાહસ
સાહસ

1 min

241
જીનલ નાનપણથી અભાવમાં ઉછર્યો હતો. ડગલે ને પગલે મુસિબતોનો સામનો કરીને ઈ.સી એન્જિનિયર માસ્ટર ડિગ્રી મેળવીને ઈસરોમાં નોકરી મેળવીને આગળ વધી રહ્યો હતો પણ ઘરની પરિસ્થિતિ ખરાબ હતી એટલે નોકરીની સાથે સાહસ કરીને ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા.
ઈસરોમાંથી નોકરી છોડીને ટ્યુશન ક્લાસિક ચાલુ કર્યા ને બી એડની પરીક્ષા આપીને ઈન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી ને સારાં શિક્ષક તરીકે આખાં શહેરમાં નામના મેળવી.
એક સાહસ ભર્યું પગલું આજે ફળ્યું ને પોતાના કલાસીસ ચાલુ કર્યા ને સ્ટાફમાં ચાર પાંચ જણાને નોકરી પર રાખ્યાં ને વિદ્યાર્થીઓનાં માનીતા જીનલ સર તરીકે દૂર દૂર સુધી ખ્યાતિ પ્રાપ્ત કરી.