સાચો પ્રેમ
સાચો પ્રેમ
આજે સાંજે પ્લાન્ટ પરથી ઘર તરફ પાછો ફરતો હતો, ત્યાં મારો ફોન રણક્યો. જોયું તો બાપુજીનો કોલ હતો. બાપુજી બીજા શહેરમાં ભાઈ પાસે થોડા સમય રહેવાં ગયા હતાં. ઘણા સમયથી બાપુજી સાથે વાત થઈ ન હતી. લાગ્યું કે શું થયું હશે ? શું કામ હશે ? આમતો બાપુજી ક્યારેય ફોન ન કરે. જરૂર કંઈક અગત્યનું કામ હશે ? તેમની તબિયત તો સારી હશે ને ? આવી ઘણી બધી મગજમાં શંકા-કુ શંકા સાથે મેં ફોન ઉઠાવ્યો.
હું : બાપુજી, જયશ્રી સ્વામિનારાયણ.
બાપુજી : જયશ્રી સ્વામિનારાયણ બેટા. ક્યાં છો ?
હું: બાપુજી, કારમાં ઘર તરફ જાવ છું. કેમ છો તમે ?
બાપુજી (તુરંત જ) : બેટા, તું ગાડી ધ્યાનથી ચલાવી ને જજે. તું ઘર પહોંચ્યા પછી ફોન કરજે. નિરાંતે વાત કર છું.
મેં બાપુજી ને કહ્યું કે હું ફોન પર હેન્ડઝ ફ્રી કરીને વાત કરું છું. પણ બાપુજી એ ફોન કાપી નાખ્યો. હું સમજી ગયો કે બાપુજીને પોતાનાં કામ કરતાં મારી ચિંતા વધારે મહત્વની લાગી. દરેક માં-બાપ તેના સંતાન ને એવો જ નિ:સ્વાર્થ પ્રેમ કરે છે. સાચો પ્રેમ.
