PRAVIN MAKWANA

Others

2  

PRAVIN MAKWANA

Others

રોનાલ્ડો અને કોકાકોલા

રોનાલ્ડો અને કોકાકોલા

2 mins
84


ફૂટબોલના શ્રેષ્ઠ અને પ્રભાવશાળી ખેલાડી રોનાલ્ડોની એક નાનકડી હરકતથી કોકાકોલા કંપનીને માત્ર 25 સેકન્ડમાં 30હજાર કરોડનું નુક્શાન થયું. રોનાલ્ડોએ એક પત્રકાર પરિષદમાં કોકાકોલાની બોટલને હટાવી ફક્ત સાદા પાણીની બોટલ બતાવીને કહ્યું "પાણી પીવો." આમ તો પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે અને એ પાણી થકી અનેક પ્રકારના રોગો દૂર થઈ શકે છે, મનુષ્ય ખોરાક વગર રહી શકે છે પણ પાણી વગર રહી શકતો નથી. એ હકીકત હોવા છતાં પેપ્સી કે કોકાકોલા અથવા બીજા અન્ય ઠંડા પીણા જે ખરેખર તો આપણા સ્વાસ્થ્યને નુકસાનકારક જ છે, છતાંય જુવાન પેઢી એને પીવાનો આગ્રહ રાખે છે એનું કારણ દેખાદેખી અને અનુકરણ જ છે. આપણે એ બધું જાણતા હોવા છતાં ભ્રમણામાં ભમીએ જ છીએ ને !

એટલે એક વાત તો ચોક્કસ જ છે કે આપણે સૌ અનુકરણ કરનારા જ છીએ. (આમ તો આ લખનારે પણ રોનાલ્ડોની હરકતને મુદ્દો બનાવીને અનુકરણ જ કર્યું છે !) મોટેભાગેનું અનુકરણ વિચાર્યા વિનાનું જ હોય છે. જે લોકો માત્ર રોનાલ્ડોના કહેવાથી જ કોકાકોલા મૂકીને પાણી પીતા થઈ ગયા એ લોકોને પણ ખબર નથી કે પોતે કોકાકોલા કેમ પીતા હતા ? અથવા તો જે લોકો પાણીને બદલે આવા ઠંડા પીણાને મહત્ત્વ આપતા હતા એમને પણ ખબર નથી કે પોતે એ ઠંડુ પીણું કેમ પીવે છે ? માત્ર કોઈના કહેવાથી કંઈક કરવું એ કેટલે અંશે યોગ્ય છે ? છતાંય આપણે એવું જ કરીએ છીએ, પછી એ લગ્ન હોય કે ઇલેક્શનમાં વોટ આપવાનો.

આમ તો રોનાલ્ડોનુ આ પગલું આપણા જેવા સૌને માટે એક માઈલ સ્ટોન છે. કારણકે એ આપણને સૂચવે છે કે મહામહેનતે ટોચનું સ્થાન મેળવ્યા પછી તમે પ્રખ્યાત બનો, લોકચાહના મેળવો અને લોકો તમને ફોલો કરે પછી તમે માત્ર તમે નથી રહેતા, તમારી પ્રત્યેક અંગત બાબત, તમારા અંગત મત પણ લોકો માટે અગત્યના બને છે. 

ગાફેલ 


Rate this content
Log in