STORYMIRROR

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

રંગ

રંગ

1 min
14K


"આ કેમિકલ વાળા ટોક્સિક રંગો મારા ચ્હેરાને કદી ના અડે.." કહેતા એણે બારણું બંધ કર્યું." એક મોડેલ સાથે લગ્ન કરો તો હોળીની મજા પણ ના લેવાય." બારણાંના બીજા તરફથી પતિએ નિસાસો નાખ્યો.

હવાની લહેરથી કંઈક ખડકાટ થયો ને એ વર્તમાનમાં પરત થઈ. નીચે પડેલ ફૂલમાળાને એણે પતિના ફોટા ઉપર સમ્માનથી ચઢાવી. બારણું ખોલી બહાર નીકળીને એ વિધવા યુવતીના આગમનથી બધાના રંગો ફીકા પડ્યા.

રંગોની થાળીમાંથી ખોબો ભરી એણે પોતાનો આખો ચહેરો રંગી નાખ્યો ને ગર્વથી શુભેચ્છા પાઠવી: "હેપ્પી હોલી લેટ આર્મી કમાન્ડર પ્રતાપ સિંહ."


સામગ્રીને રેટ આપો
લોગિન