Rahul Makwana

Others

3.4  

Rahul Makwana

Others

રમઝાન

રમઝાન

4 mins
11.2K


સમય : સાંજના 5 કલાક

સ્થળ : હેવમોર રેસ્ટોરન્ટ

હેવમોર રેસ્ટોરન્ટ એ શહેરનાં નામચીન અને પ્રખ્યાત રેસ્ટોરેન્ટમાંથી એક રેસ્ટોરન્ટ હતી, જ્યાં શહેરનાં મિડલ કલાસથી માંડીને રીચ કલાસ સુધીનાં તમામ લોકો ત્યાં જમવા માટે આવતાં, એમાં પણ રવિવારનાં રોજ તો આ રેસ્ટોરન્ટ લોકોની ભીડથી ઉભરાય જતી હતી, એવામાં ઇમરાન હેવમોર રેસ્ટોરન્ટ પર આવી પહોંચે છે...ઇમરાન દેખાવમાં એકદમ સાધારણ લાગી રહ્યો હતો, તેણે લાલ રંગનું ટીશર્ટ પહેરેલ હતું, જેમાં મોટા અક્ષરે "ઝોમેટો" એવું લખેલ હતું...તેણે ખભે એક લંબચોરસ લાલ રંગની બેગ લટકાવેલ હતી..જેમાં પણ ઝોમેટો લખેલ હતું....ઇમરાન કાઉન્ટર પાસે જાય છે, અને પોતાનો મોબાઈલ બતાવતા કહે છે કે.

"આપના રેસ્ટોરન્ટમાંથી એક ઢોસા અને પાવભાજીનો ઓનલાઈન ઓર્ડર છે, તે ઓર્ડર કસ્ટમ્બર સુધી મારે પહોંચાડવાનો છે...!" - ઇમરાન કાઉન્ટર પર બેસેલાં વ્યક્તિની સામે જોઇને બોલે છે.

"જી ! તમે પાંચ - દસ મિનિટ વેઇટ કરો...થોડીવારમાં તમને એ પાર્સલ આપીએ છીએ...!" - ઇમરણને જણાવતાં કાઉન્ટર પર બેસેલ વ્યક્તિ જણાવે છે.

લગભગ અડધી કલાક સુધી ઇમરાન એ રેસ્ટોરન્ટ પર ઊભો રહ્યો, પરંતુ પાર્સલ હજુપણ ઇમરાનને મળ્યું નહિ...આથી ઇમરાન ફરી પેલાં કાઉન્ટર પાસે જાય છે અને પાર્સલ વિશે પૂછપરછ કરે છે...અને અંતે ઈમરાનને પાર્સલ આપવામાં આવે છે, પાર્સલ મળતાંની સાથે જ ઇમરાન પોતાનું બાઇક ઝડપથી ચાલુ કરીને જે એડ્રેસ પર પાર્સલ પહોંચાડવાનું હતું, તે તરફ ઝડપથી પોતાની બાઇક ભગાવે છે....લગભગ અડધી કલાકમાં ઇમરાન એ એડ્રેસ પર પહોંચે છે, ત્યાં જઈને ઇમરાન જે વ્યક્તિએ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરેલ હતો, તેને કોલ કરે છે, તો તે વ્યક્તિ ઇમરાનને જણાવે છે, તેનું ઘર સાતમા માળે આવેલ છે, આથી ઇમરાન ઝડપથી સાતમાં માળે પહોંચી જાય છે....અને જે દરવાજાની બહાર રહેલ ડોરબેલ વગાડે છે...ત્યારબાદ એક 26 વર્ષની યુવતી એ પાર્સલ લેવાં માટે બહાર આવે છે, જેનું નામ પૂજા હતું...ઇમરાન પાર્સલ તે યુવતીના હાથમાં આપે છે, આટલીબધી દોડાદોડી કરવાને લીધે ઇમરાન ખુબ જ થાકી ગયેલ હતો, એવામાં તેણે પોતાનાં હાથમાં પહેરેલ ઘડિયાળ પર નજર નાખી...તો ઘડિયાળમાં 6 : 30 જેટલો સમય થઇ ગયેલ હતો.. આથી ઇમરાન પેલી યુવતીને વિનંતી કરતાં બોલે છે કે...

"મેમ ! એક ગ્લાસ પાણી મળશે...મારે ઇફતારીનો સમય (રોઝુ ખોલવા માટેનો સમય) થઈ ગયેલ છે...જો તમેં મને એક ગ્લાસ પાણી આપશો તો હું રોઝુ ખોલી શકીશ...!" - ઇમરાન પૂજાને વિનંતી કરતાં કહે છે.

"જી ! તમે અંદર આવો..." - પૂજા ચહેરા પર સ્માઈલ સાથે બોલે છે.

"જી ! તમે સોફા પર બેસો...હું પાણી લઈને આવું છું...!" - પૂજા આટલું બોલી રસોડામાં જાય છે.

થોડીવાર બાદ પૂજા એક પ્લેટ લઈને આવે છે, જેમાં એકદમ ઠંડુ પાણી, શરબત, અને બીજી પ્લેટમાં ઢોસો અને પાઉંભાજી રાખેલ હતી....આ જોઈ ઇમરણની આંખો નવાઈ સાથે પહોળી થઇ જાય છે, ત્યારબાદ પૂજા એ બનેવ પ્લેટ સોફા સામે રહેલ ટીપાઈ પર રાખે છે.

"માત્ર પાણી પીઈને ઇફતારી કરવી...એના કરતાં થોડુંઘણું જમી લો, ત્યારબાદ શરબત અને પાણી પીજો...!" - ઇમરાન સાથે એકપણ પ્રકારનો સંબંધ ન હોવા છતાં પણ પૂજા ઇમરાનને આગ્રહ કરતાં બોલી.

"પણ..! મેડમ ! આ ફૂડ તો તમે તમારા માટે મંગાવ્યું હતું ને...?" - ઇમરાન અચરજ સાથે બોલે છે.

"જી ! ચોક્કસ પણ તમે મારા ઘરે માત્ર પાણી પીઈને ઇફતારી કરશો તો એ મને નહીં ગમશે..!" - પૂજા વધુ આગ્રહ કરતાં બોલે છે.

"તો ! મેડમ ! તમે પણ મારી સાથે જમી લો ને..!" - ઇમરાન પૂજાને આગ્રહ કરતાં બોલે છે.

ત્યારબાદ પૂજા અને ઇમરાન બનેવ સાથે જમે છે, પછી શરબત અને પાણી પીવે છે, અને ઇમરાન પોતાની ઇફતારીની વિધિ પુરી કરે છે, ત્યારબાદ ઇમરાન પૂજાની સામે જોઈને બોલે છે કે...

"મેડમ ! હું છેલ્લા 23 વર્ષથી રોઝા કરું છું, પરંતુ તમારે ત્યાં કરેલ ઇફતારી મને મારી લાઈફમાં કાયમિક માટે યાદ રહી જશે...અને મારા મનને આજે ઇફતારી કરીને જે શુકુન મળ્યું છે...એવું ક્યારેય મળ્યું નથી...એક હિન્દૂ યુવતી હોવાછતાં પણ તમે મને ઇફતારી કરાવી... એ ખરેખર મારા માટે ગર્વની વાત ગણાય...અલ્લાહ તમને સલામત રાખે..!" - ઇમરાન પૂજાની સામે પોતાનાં બનેવ હાથ જોડીને આભાર માનતાં બોલે છે.

"એમાં એવું કંઈ ના હોય... કદાચ મારા નસીબમાં કોઈ નેક વ્યક્તિની ઇફતારી કરાવવા માટેનું પુણ્ય લખેલ હોય એવું પણ બની શકે ને...!" - પૂજા નિખાલસતા સાથે બોલે છે.

ત્યારબાદ ઇમરાન પૂજાનો આભાર માનીને ફરી પાછો નવો ઓર્ડર લેવાં માટે શહેરનાં બીજા એક રેસ્ટોરન્ટે પહોંચી જાય છે.

મિત્રો, આમ જોવાં જઈએ તો પૂજા અને ઇમરાન વચ્ચે એકપણ પ્રકારનો સંબંધ હતો જ નહીં...તેમછતાં પણ પૂજાએ ઇમરાનને જે સંબંધથી ઇફતારી કરાવી એ સંબંધ હતો..."માનવતાનો" એટલે જ કહેવાય છે કે...

"હર દિવાળી મેં હે અલી,

હર રમઝાન મેં હે રામ,

યહી દ્રષ્ટી બનાતી હે મેરા

ગુજરાત મહાન."

- સાહેબ આ જ છે મારા ગરવી ગુજરાતની મહાનતા, સાહેબ અહીં મારા ગુજરાતમાં જ્યારે કોઈપણ વ્યક્તિની નનામી નીકળે ત્યારે દરેક વ્યક્તિ પછી ભલે તે અમીર હોય કે ગરીબ... પરંતુ એ દરેક વ્યક્તિ તે નનામીને જોઈને તેને નમન કરે છે, ચાલતો હોય તો ઊભો રહી જાય છે, બેથેલ હોય તો ઊભો થઇ જાય છે, કાર કે બાઇક ચલાવતો હોય તો પોતાની બાઇક ઊભી રાખી દે છે....સાહેબ " આ જ છે માનવતા, મારા ગરવી ગુજરાતની વિશેષતા, અસ્મિતા, મહાનતા....હાલ વિશ્વનાં દરેક ખૂણે ખૂણે જઈને ગુજરાતીઓ વસે છે....જેણે ત્યાં આજે પણ ગુજરાતની આવી આગવી ઓળખ ટકાવી રાખેલ છે...એટલે જ કહેવાનું મન થાય કે..

"જ્યાં જ્યાં વસે ગુજરાતી...ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...!"


Rate this content
Log in