rekha shukla

Others

3.4  

rekha shukla

Others

રમા એકાદશી

રમા એકાદશી

1 min
112


મિત્રો આજે વિક્રમ સંવત 2076 ની છેલ્લી એકાદશી- રમા એકાદશી છે .. અને આજ થી દીપાવલી પર્વ નો આરંભ પણ થાય છે .. સર્વે મિત્રો ને .... ૐ નમો ભગવતે વાસુદેવાય..!! રમા એટલે સ્ત્રી, એટલે કે પોતાની પત્નીના કહેવાથી આસો વદ એકાદશી મુચુકુંદ રાજાએ વિધિપૂર્વક કરી હતી. અને આ રાજા તથા રાણી બંને આ લોકમાં સર્વ પ્રકારનાં સુખ ભોગવી વિષ્ણુલોકમાં રમમાણ કરવા ગયાં હતાં, એટલે આ એકાદશીનું નામ રમા એકાદશી પડ્યું. આ કથા મહાપાપનાશક કહેવાય છે, કામધેનુ તુલ્ય આ રમા એકાદશીનો મહિમા પાવનકારી છે, હિતકારી અને પ્રીતકારી છે. વ્રત અતિ સરળ છે, વિધિમાં માત્ર ઉપવાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ વ્રત આબાલવૃદ્ધ સર્વ કરી શકે છે. એકાદશી વ્રત એ મોક્ષમાર્ગનું સોપાન છે.


Rate this content
Log in