રજનું ગજ
રજનું ગજ


રમા પરણીને સાસરે આવી. પિયરમાં ઘર સંભાળતી તેજ રીતે સાસરે સંભાળી લીધું. છતાં સાસુ ખુશ નહીં. એક દિવસ રમાથી ચાનો કપ તૂટ્યો તેમાં સાસુએ ઘર માથે લીધું. ખૂબ સંભળાવ્યું, તારા બાપને ત્યાંથી લઈ આવ એવું કહી મોકલી દીધી પિયર.
સાંજે દુકાનેથી રમાના સસરા અને પતિ આવ્યા. સસરાએ વાત સાંભળી પત્નીને કહ્યું, " આટલી નાની વાતમાં અત્યાર સુધી ઘર સાચવ્યું તે ભૂલી ગઈ ? પિયર મોકલી ".વાતનું વતેસર" કરવાની શું જરૂર હતી?" રમાના સાસુને પોતાની ભૂલ સમજાઈ અને તરતજ બધાં રમાને લેવા એના પિયર ગયાં, માનભેર રમાને લઈ આવ્યા.