Shalini Thakkar

Others

4.0  

Shalini Thakkar

Others

રબને બનાદી જોડી

રબને બનાદી જોડી

3 mins
233


પોતાના લગ્ન જીવનની ૧૦મી એનિવર્સરીની શાનદાર પાર્ટી મા જગમગી રહેલા યજમાન સિતારાઓ અવિનાશ અને લતા એક પરફેક્ટ આદર્શ દંપતી લાગી રહ્યા હતા. સુંદર અને આકર્ષક લતા નો ચહેરો વધતી ઉંમર સાથે પરિપક્વતાની મહોર લાગતાં વધુ નીખરી રહ્યો હતો જ્યારે પ્રભાવશાળી અને બુદ્ધિજીવી વ્યક્તિ પ્રોફેસર અવિનાશ ના ચહેરા પર પડેલી અનુભવોની કરચલીઓ, એના વ્યક્તિત્વને વધુ નિખાર આપી રહી હતી. લતા અને અવિનાશ બંનેના ચહેરા ઉપર ની ચમક અને સંતોષ, દસ વર્ષ પહેલા પોતાના જીવનસાથી તરીકે એકબીજાની પસંદગી કર્યાના નિર્ણય પર ગર્વ હોવાનો પુરાવો આપી રહ્યા હતા.

દસ વર્ષ પહેલાંની લતા એટલે સુંદર, સુશીલ, ગુણવાન, સંસ્કારી, એજ્યુકેટેડ, ઊંચી અને ગોરી, કોઈ પણ વૈવાહિક જાહેરાતના માપદંડમાં ફીટ થતું પરફેક્ટ પાત્ર જ્યારે સારી આવક ધરાવતા, એજ્યુકેટેડ અને બુદ્ધિજીવી વ્યક્તિ પ્રોફેસર અવિનાશ પણ તેમની જ્ઞાતિ ના મોસ્ટ એલિજિબલ બેચલર. તરુણાવસ્થામાં વાસ્તવિકતાથી દૂર પોતાના કાલ્પનિક જગતમાં મસ્ત લતાએ લગ્ન માટે કેટલાય પાત્રો જોયા પણ ક્યાંક હાઈટ ઓછી પડે તો ક્યાંક દેખાવ સામાન્ય લાગે, ક્યાંક ભણતર ઓછું પડે તો વળી ક્યાંક કુટુંબ વધારેે પડતું મોટું લાગે. અને વળી બધું જ બરાબર હોય ત્યારે કુંડળી ના મળે. એવામાં એના પરિવારની વધતી જતી ચિંતા વચ્ચે અચાનક જ પ્રોફેેસર અવિનાશનું માંગુ આવતા પરિવારેે રાહતનો શ્વાસ લીધો અને બંનેે વચ્ચે મુલાકાત ગોઠવવામાં આવી. બધું જ અનુકૂળ હોવા છતાં, રોમેન્ટિક નવલકથા અને સિનેમા જગતની દુનિયાથી પ્રભાવિત થયેલા લતાના મનમાં રચાયેલા સપનાના રાજકુમારની છબીમાં અવિનાશ એકદમ પરફેક્ટટ ફીટ ન થતા લતા એ વિચારવાનો થોડો સમય માંગ્યો. જેનાથી અવિનાશનો અહમ પણ ગવાયો. અવિનાશ ને પણ લતા સુંદર અને આકર્ષક છતાં થોડી ઈમમેચ્યોર અને અવાસ્તવિક લાગતા એણે એ પ્રસ્તાવમાં વધુ રસ ન રાખતા પોતાની દિશા બદલી દીધી. આમ બંને વચ્ચે હા અનેે ના ની થોડી ખેંચતાણ થઈ ગઈ. અને પછી તો દિલના કોઈ ખુણામાં બંને એકબીજાને પસંદ હોવા છતાં, પોતાની ઉપર ગર્વ અને સામેવાળા પાત્ર તરફ થોડો પૂર્વગ્રહ બંધાઈ જતા બંને જણા એ પોતપોતાની દિશા બદલી દીધી અનેે જીવનસાથીની શોધમાં આગળ વધી ગયા. બંનેએ કંઈ કેટલાય પાત્ર જોયા પણ ક્યાંંય ઠેકાણું ના પડ્યું. દરેક જોયેલા પાત્રમાં બંને જણા જાણે-અજાણે ક્યાંક એકબીજાને શોધતાં રહ્યા. કહે છે ને કે જીવનમાં જન્મ ,મરણ અને લગ્ન એ ત્રણેેે ક્રમ નિશ્ચિત હોય છે. અને જોડી તો ઉપરથી બનીને જ આવે છે. અલગ-અલગ દિશામાં ચાલતા બંને અચાનક જીવનના એક મોડ પર ફરી મળ્યા અનેેે ત્યાં સુધી પહોંચતા બંને પોતાની તરુણાવસ્થાની ઝાંઝવાના જળ જેવી કાલ્પનિક દુનિયાની સફર કરીને વાસ્તવિક દુનિયામાં પ્રવેશી ચૂક્યા હતા. જીવનની વાસ્તવિકતા સમજી ચૂક્યા હતા કે પરફેક્ટ લાઈફ અથવા તો પરફેક્ટલાઇફ પાર્ટનર જેવું કંઈ અસ્તિત્વમાં હોતું જ નથી, પરફેક્ટ તો આપણી દ્રષ્ટિ, આપણા વિચાર અનેે આપણો સ્વભાવ હોય છે જેેે સામેવાળાા પાત્રમાં રહેલા ગુણો અવગુણોને જોઈને, એને અપનાવીને પોતાની વાસ્તવિક દુનિયાને કાલ્પનિક જગત કરતા પણ વધુ સુંદર બનાવી શકે છે. પછી તો બંનેે જણાની એ મુલાકાત દોસ્તીમાં પરિણામી અને પછી મુલાકાતોનો સિલસિલો આગળ વધ્યો અનેેે બંને લગ્ન ગ્રંથિમાં જોડાઈ ગયા. અને પછી લગભગ દરેક અરેંજ મેરેજની જેમ લગ્ન પહેલા અનેે પ્રેમ પછી થયો, અને વધતા વર્ષોની સાથે પ્રેમ પણ વધતો ગયો. અને જીવનનો પ્રવાહ આગળ વધતા, દસ વર્ષ ક્યાં નીકળી ગયા એની એમને ખબર જ ના પડી.

પાર્ટીમાંં હાજર રહેલા મહેમાનો એ યુગલને જોઈને બોલી ઉઠ્યા, વાહ રબને બના દી જોડી !


Rate this content
Log in