રાજાની ઉદારતા
રાજાની ઉદારતા
કોઈ એક રાજ્યના રાજા બીજા રાજ્યના રાજાને યુદ્ધના મેદાનમાં હરાવીને પોતાના રાજ્યની રાજધાનીમાં પરત ફરી રહ્યા હતા. પરંતુ યુદ્ધના કારણે રસ્તામાં તેમના જોડે જમવાની બધી જ જરૂરિયાતવાળી વસ્તુઓ પુરી થઈ ગઈ હતી. રસ્તામાં આવતા ત્યાં એક નદી જોવા મળી તો રાજાએ ત્યાં જ રોકાવવાનો નિર્ણય કર્યો. રાજા સાથે બધા જ સૈનિકોએ થોડીવાર ત્યાં આરામ કર્યો.
થોડીવાર પછી ભૂખ લાગવાથી રાજાએ સૈનિકોને આદેશ આપ્યો કે આજુબાજુથી જે પણ ખેતર દેખાય ત્યાંથી જે પણ ભોજન માટે ફળ કે યોગ્ય પાક મળે તે કાપીને લાવો. જેથી ભોજનની વ્યવસ્થા કરી શકાય. રાજાના આદેશનું પાલન કરવા માટે એક ટુકડી સૈનિકોની નજીકના ગામમાં શોધખોળ કરતા પહોંચી ગયા. ત્યાં તેમને એક ખેડૂતને જોયો.
તેથી સૈનિકોએ ખેડૂતને મોટા ખેતરમાં જ્યાં સારો પાક હોય ત્યાં લઇ જવાનું કહ્યું. ખેડૂતતો અજાણ હતો. તેથી તે સૈનિકોને મોટા ખેતરમાં લઇ ગયો. તો સૈનિકોએ પાક કાપવાનો આદેશ આપ્યો. તેથી ખેડૂત નવાઈ પામ્
યો. તેને સૈનિકોને કહ્યું કે આ ખેતરનો પાક ના કાપો. હું તમને બીજા ખેતરમાં લઇ જાઉં છું. સૈનિકો તે ખેડૂત સાથે બીજા ખેતરમાં ગયા.ખેડૂતે દૂર એક નાના ખેતર તરફ ઈશારો કર્યો. અને કહ્યું કે તમારે જેટલો પાક જોઈતો હોય તે અહીંથી કાપી લો.સૈનિકો નારાજ થયા અને ગુસ્સામાં ખેડૂતને કહ્યું. આ ખેતરતો ખૂબ જ નાનું છે. પછી તું અમને અહીં આટલે દૂર કેમ લઈને આવ્યો.
ત્યારે ખેડૂતે ખુબ જ વિનયપૂર્વક કહ્યુ કે તે મોટું ખેતર કોઇ બીજા માણસનું હતું. હું તેને કઈ રીતે નુકસાન થવા દઉં ? એટલે હું તમને અહીં મારા ખેતરમાં લઈને આવ્યો છું. ખેડૂતની વાત સાંભળીને સૈનિકોનો ગુસ્સો શાંત થઈ ગયો.તેમણે આ બધી જ વાત રાજાને જણાવી.ત્યારે રાજાએ પોતાની ભૂલની જાણ થઈ.અને પોતાની ભૂલ સુધારી અને રાજાએ તેના પાકના બદલામાં તેને પૂરતું ધન આપ્યું અને પછી પાક કપાવ્યો.
તમે પણ જો કોઈ પણ પ્રકારના ઉચ્ચ હોદ્દા પર છો તો તેનો દુરુપયોગ ના કરો અને કોઈ પણ વસ્તુ મફતમાં ના લેવી જોઈએ.