રાજા ભગવતસિંહજીનો વૃક્ષપ્રેમ
રાજા ભગવતસિંહજીનો વૃક્ષપ્રેમ
સૌરાષ્ટ્રના ગોંડલ નામનું દેશી રાજ્ય. રાજા ભગવતસિંહજી ગાદી પર હતા. એક વાર ગોંડલ રાજ્યના ઇજનેર એક ઝાડને કાપવાની પરવાનગી લેવા આવ્યા. ભગવતસિંહજીએ પૂછ્યું, “આ ઝાડ શા માટે કાપી નાખવા માંગો છો ?” ઇજનેર કહે : “રાજા સાહેબ, આપણે જે નવું મકાન બાંધવા માંગીએ છીએ એના પ્લાનમાં આ ઝાડ આડું આવે છે."
ભગવતસિંહજી બોલ્યા, “એમ જ હોય તો પ્લાન ફેરવા; ઝાડ ન કાપશે.” ઇજનેરે બચાવ કરવા કહ્યું, “પણ સાહેબ...” ત્યાં તો રાજા ભગવતસિંહજી શાંત-ગંભીર અવાજે બાલ્યા, “જુઓ, તમે લાખો રૂપિયા ખર્ચીને મહિનામાં મકાન તૈયાર કરી શક્યા, પરંતુ ગમે તેટલા માણસોને કામે લગાડીને કે ગમે તેટલું નાણું ખર્ચીને મથશો, તોય મહિનામાં ઝાડની એક ડાળ સુદ્ધાં તૈયાર નહિ થાય !” ઇજનેરે પ્લાન ફેરવ્યો, ઝાડ ઊગરી ગયું.
