STORYMIRROR

Rekha Shukla

Others

2  

Rekha Shukla

Others

પ્રણાલી પ્રણયની

પ્રણાલી પ્રણયની

6 mins
88

પ્રિયંકા મેમ નું શુટિંગ હોય એટલે રૂપા ને પરિ આવે આવે ને આવે જ. એક્ટીંગ પર ફિદા ને બંનેની કંપની પણ સારી જામેલી. નવા શોઝ નવી મૂવીઝ નવા ટ્રેંડ કે નવી ફેશન ઓફ ટેઇલર સ્વીફ્ટ કે કીમ 

કર્ડાશીયન ની ટ્વીટ્સ ફોલો કરતી આ બંને પાસે ગાસેપ ની ખાણ હોય એમની વાતો નિરંતર ચાલુ હોય ક્યારેક બીયર ક્યારેક સિગરેટ તો ક્યારેક મીની સ્કર્ટ માં બંને બાર માં ડાન્સ કરતી જુઓ તો નવાઈ ના પામશો. એમજ ચાલે છે આજકાલ બધે...ખાસમાં ખાસ બેસ્ટ ફેંડ એને જ કહેવાય છે. ગાપચી મારી મળવાનું ના છોડે અને સાન એન્ટોનિયો ઇઝ સો બ્યુટીફુલ કે ત્યાં ની રીવર વોક પર મજા જ આવે. ફેમસ એલામો શ્રાઈન લાઇક ફોર્ટ- નેશનલ હિસ્ટોરિકલ પાર્ક ને જાપાનીઝ ગાર્ડનની મુલાકાત ક્યારે પ્રણય માં પલટાઈ ગઈ ..બોલ્ડ થોટ્સ

ને બોલ્ડ એક્શન એનીથીંગ ઇઝ પોસિબલ...'એન્ડ હેલ વીથ અક્ષર હી નેવર કેર, સો વ્હાય સફર !! આઇ એમ હીયર' કહી 

પરિ એ રડતી રૂપા ને ચૂપ કરવા ટ્રાય કરી. અંધારા એ જાત ઉતરડી લો અજવાળાએ આળસ મરડી..!! 

જિગ્નુ હાઉસ કેફે માંથી બહાર નીકળી પરિએ રૂપા નો હાથ પકડી લીધો. સ્લો વોક માં પાર્કિંગલોટ તરફ જતાં બંને આંગળીઓની ઉષ્મા વચ્ચે પોતાના ધક ધક હ્રદયને સાંભળી રહ્યા. ઘટાદાર વૃક્ષ નીચે 

આવતાં જ પરિ એ રૂપા ને કમરથી પકડી પાસે ખેંચી. 

' આઈ વોન્ટ ટુ ગો ઈટ સમથીંગ ...હાઉ અબાઉટ યુ ? આર યુ હંગ્રી ટુ ?' પરિ બોલી ને રૂપા ચૂપ ચાપ એને ઉપરથી નીચે જોતી રહી. એની આંખોમાં તરસ હતી ભૂખ હતી...નમી તો હતી તે પડેલા ફૂલ ને લેવા પણ પરિ તેના ઉભરેલા વક્ષ ને તાંકવાનું ના ચૂકી ... રૂપા છોભીલી પડી પણ પછી આછું સ્મિત અપાઈ ગયું. પરિ એ તેને ઝાડ ના થડ નજીક ધકેલીને એના વક્ષ પર હાથ ફેરવતાં તેનાં રસીલા પીંક હોઠોને એક ગાઢું ચુંબન આપી ચૂમી લીધા. રૂપા ને શું કરવું ના સૂઝ્યું ના યાદ આવ્યું પણ પરિના દૂધ જેવા સફેદ શેવ્ડ લેગ્ઝ માં ગુલાબી સેન્ડલ્સ ને જોતી રહી આમ છતાં અક્ષર સીરીયસ ન્હોતો તે જ સમજાતું ન્હોતું. ક્યારે બનશે મેચ્યોર ને મારે ક્યાં સુધી રાહ જોવાની રહેશે...? અને હા ચાલ મને પણ ભૂખ તો લાગી જ છે કહી તેની કાર તરફ વધ્યાંપણ રૂપા તો તેના મનમાં અક્ષર ની યાદોમાં ખોવાઈ ગયેલી. પરિ ચૂપચાપ ડ્રાઈવ કરતી રહી લગભગ ત્રિસેક મિનિટે તેઓ "સટલ" નામના રેસ્ટોરંટે પહોંચ્યાં. સ્મૄતિપટે યાદો નો વરસાદ થઈ ગયો. હા, કોલેજકાળ ના દિવસો ની વાત જ અનેરી છે ને કલ્પના ને આવી ગઈ હોય પાંખો ને દિલ થનગનાટ કરતું હોય...નજરું બોલતી હોય ને ચાલ પણ અપટુડેટ હોય આમાં તું જય જયકાર કરતો ટોળા ચિરતો સીધ્ધો આવીને મને ગુલાબ ધરીશ નો ખ્યાલ જ ક્યાંથી હોય? જોયું ના જોયું કરું ત્યાં તો તે ગુલાબ ગાલે અડાડી પણ દીધું ...થરથરી ગઈ ને ખભા મારા સંકોચાઈ ગયા ગરદન મરોડી ને આંખના ભવા રિસાઈ ગયા...હોઠ જરાક હલ્યા પણ કંઈ ન બોલ્યા. "શું કરે છે તું ?આમ બધાની વચ્ચે..જો જો બધા જોઈ રહ્યા છે આપણી સામે બેશરમ !" આંખો કંઇક આવું જ કહી રહી. ને તે અચાનક 'આપકે લિયે' કહી ગુલાબ ફરી આગળ ધર્યું ને મેં ધીમે થી ડાળખી પકડી તો પણ તેં મારી આંગળીઓ નો સ્પર્શ કરી લીધો..કરંટ તો સીધો દિલ સુધી લાગ્યો હોય તેમ તું ધડામ કરતો ભોંય ભેગો પડ્યો...અને મારા હાથેથી ગુલાબ પણ છૂટીને નીચે પડ્યું. બે મિનિટમાં તારા મિત્રો આવી આપણી ગોળ ફરતે આવી ગયેલા. ને તું હજુ નીચે જ પડ્યો હતો ને હું આભી થઈ ને નીચે બેસી પડી..પ્લીઝ હેલ્પ...સમ થીંગ ઇઝ રોંગ કહી રહી હતી ને કોઈએ પાણી તારા પર છાંટ્યું ને તું સળવળ્યો. ને ધીમેથી આંખો ખોલી....મારા હોશ ને હાશ થઈ ..'આર યુ ઓકે ?' મેં પૂછ્યું ને તે આંખ મારી ને ફટાક કરતો ઉભો થઈ ગયો...ઓહ માય ગોડ યુ ચીટ...કહી આપણે હસી પડ્યા.બધા એ તાલીઓ પાડી ને સૂર પૂરાવ્યો. પ્રોફેસર ખંભોળજા નું તે સમયે ત્યાંથી પસાર થવું ને પૂછવું 'સબ ઠીક હૈં ન ?' 'યસ ' માંડ નીકળ્યું ને હું ઉંધી ફરી ચાલવા લાગી ને મનોમન હસી પડી. ધીમે ધીમે ક્લાસ ભણી પગલાં ભર્યા ને પાછળથી વસુધાએ પકડી ને પૂછ્યું ' શું થઈ રહ્યું છે આ બધું ?' હસતું ગુલાબ ને હસું છું હું બસ બીજું શું થયું છે ?' 'ખુદ હી સવાલ ખુદ હી જવાબ મેરી બિલ્લી મુજ સે મ્યાંઉ ?' તે બોલી ને અમે ખડખડાટ હસી પડ્યા. અચાનક હર્ષ દોડતો દોડતો બોલાવા આવ્યો હતો કહે જલ્દી ઘરે ચાલો દાદીમા ને સારું નથી. બેબાળકા થઈ જવાય તે તો સ્વાભાવિક જ છે ને ! પાછા ફરી હું ને વસુધા ને હર્ષ ઓટોરીક્ષા પકડી ઘરે આવ્યા. દાદીમા ને ફાટી નજરે પપ્પા તાંકી રહ્યા હતા...એમના શ્વાસ ઉંચા નીચા થાતા હતા ને ધમણી ક્યારે બંધ પડી જશે તે સમજાતું ન્હોતું ત્યાં તો એમ્યુલંસવાન આવી ને એમને હોસ્પિટલ લઈ ગઈ. ચાર દિવસે કોલેજ પાછી આવી ને ત્યારે ખબર પડી કે તું પણ તે દિવસે ઘરે વેહલો જતો રહ્યો હતો.

આજે મળશે તેમ હતું. આ વાત ને દસ દિવસ થઈ ગયા હવે નથી રહેવાતું તારા મિત્રો ને પણ કંઈ જ ખબર નથી તારા ઘરે તે દિવસથી તાળું વાસેલું જ જોવા મળે છે. દાદીમા ને હવે તો ઘણું સારું છે ને તુ લાપત્તા છે. તારા વિષે માહિતી મળી તે ઉપરથી તને ગોતવાનો પ્રયાસ પોલીસનો ને અમારો નિષ્ફળ ગયો. ઘર ની બહાર સ્ટ્રીટલેંપ નીચે તને વાંચતા ઘણાએ જોયેલો તેથી બાગ-બગિચા નદીનાળાં ને લાઈબ્રેરી બધે તપાસ કરી કરીને થાકી ગયા. બાજુના ગામે ધૂળિયા રસ્તે ઝાંખરીયાળી જગ્યાએ તારી ગાડી મળી પણ તુ ક્યાંય ના મળ્યો. ત્યાં વહેતી નદી વિશાળ થઈ રહી હતી તે જગ્યા એ તુ બેભાન અવસ્થા માં મળ્યો. કંઈ પણ જાણવું નથી કંઇ પણ સમજવું નથી જલ્દી તને ચેક કરી પોલીસ ને બોલાવ્યા ને મદદ માંગી લીધી. બસ જલ્દી સારું થઈ જશે જ એમ વિચારી રહી હતી. ત્યારે મારી ક્ઝીન કે જે ડોકટર છે તેનો અચાનક ફોન આવ્યો કે તે મદદ કરવા નીકળી ગઈ છે સીધા હોસ્પિટલે મળવાનું નક્કી કરી બધા મળ્યા દવાખાને ત્યારે ડોક્ટર બોલ્યા 'સોરી હી ઇઝ નો મોર' વ્હોટ !! નો નો નો ઇમ્પોસીબલ હી કેન નોટ ગો અવે હી ઇઝ ટુ યંગ ! ઇટ વોઝ હીટ એન્ડ રન કેસ ને હી ડાઇડ ઇન્ટર્નલ બ્લીડીંગના લીધે ..તમે લાવ્યા ત્યારે તે છેલ્લા શ્વાસ લઈ ચૂકેલો હતો...આમ તે કંઈ હોય !! ટૂંકી પ્રણય કથા પાંગરી ન પાંગરી ને કરમાઈ ગઈ. આંખો ખોલવા કેટલો પ્રયાસ કર્યો..ઓશિકા પર પણ ભીનાશ હતી ને હું સફાળી જાગી ગઈ !! હે ભગવાન આવા સપના ના આવતા હોય તો કેવું સારું ?? કોલેજ પતાવ્યાને તો દસ દસ વર્ષો વીતાવી દીધા ને આજે અચાનક સપનું ને તે પણ આવું ? કંઈ સમજુ તે પહેલા તો તારો ફોન આવ્યો ને હું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. ને તું બોલ્યો મારા જ લખેલા શબ્દો કે 'તરણે ટપક્યાં રૂદ્રાક્ષરના અશ્રુ આશરે, રોપ્યા કર ને સ્મરણ ના છોડવા આશરે ....!!' ફોનમાં પણ બાઝી પડી. 'પગલી ફિર કોઈ બૂરા સપના દેખા ક્યા ?'પછી તો બીજા વીકે આપણે મળીએ કેટકેટલી વાતો કરવાની બાકી રહી જાય છે જયારે મળીએ ત્યારે આ વખતે તો બધી જ વાત કરીશું તેમ તારી પાસે થી પ્રોમિસ લઈ મે રિસિવર નીચે મૂક્યું. તે પણ કોલ્ડ કોફી બનાવીને પીવડાવવાની પ્રોમિસ લીધી ને ફોન મૂક્યો. 'દરેક ને મળવાનો આનંદ થાય ને ગૂમાવાનો ડર ..કદાચ આ કેસ માં મારું પણ એમ જ હશે. સપનું પણ એમ જ સંકેત કરતું હશે..શું તને કદીય મારા બાબતે આવા વિચારો આવે છે ખરા ? ' મળ્યા ત્યારે પાછો વાત નો દોર પકડાયો ને અમે વાતોમાં ગરકાવ થઈ ગયા. દરેક સંબંધ ના નામ હોવા તે પણ જરુરી નથી. ધરા ઉપર ચાંદનીમાં ન્હાઈ કોણ સૂતું છે લંબાઈ...વ્હાલ આવી પાંગતે નિરખે બેઠું સંતાઈ..હા એજ દ્રશ્ય અગાશીએ છે ખાટલી ની સગાઈ. તું જ કહે ને તું જ વસે સર્વત્ર પ્રેમ થઈ સર્વમાં તું વસે. 

જોયો સાવ એકલો દરિયો..

અમારી ટચુકડી બારીએથી માનવીઓના મધુવનમાં

જોયો સાવ એકલો દરિયો...

ચેહરાઓના વનમાં અમારો આસપાસનો રસ્તો

નાના-મોટા પગલાંથી પંથ એક ફૂટ્યો...

સમી સાંજની હરિયાળીમાં ભૂરા આકાશની આશામાં

લઈ તડકાનું ચોસલું..બે બટકાં ભરી લઉં...

ને પેલા વરસાદથી ધરતીની સોડમ જરા ગટગટાવી લઉં...

મન ની આ પાર ને પેલે પાર..! 

માણસને ગમે તેવું વાણીનું વૃક્ષ એક ઊગે..

ને શબ્દ મારો બને પારસમણિ...

પહોંચવાનું અક્ષરથી ઈશ્વર સુધી...

આયુષ્યની અયોધ્યામાં વ્યક્તિ અને અભિવ્યકતિ...

રેશ્મી ઋણાનુબંધ બને ખડક અને દીવાદાંડી...

તસ્વીરનું જ તીર્થધામ ને પ્રતીક્ષાના ઝરુખે દીવડી... 

કોરા કાગળ ની વચ્ચે લખાણ ગહન લખેલું કે વછૂટી કેટલીય યાદો એમાંથી જાણે ફૂંટી હોય મોગરાની વેલી. મને વળગી એક કળી સુગંધ એની શ્વાસમાં થઈ ભળી રાતો રાતો ચાંદ મલક્યો શું ..શરમાઈ ને એ ગયો સંતાઈ કે વાદળીના પાલવે ભૂલકું બની ગયો ચાંદલિયો ખોવાઈ. આમ એક અધુરું પાનુ ક્યારેક પૂરું લખાશે ની અણસમજમાં પડ્યું છે બૂક શેલ્ફ ની અડોઅડ ડાયરી માં સંતાઈ ને.


Rate this content
Log in