Rahul Makwana

Others

3  

Rahul Makwana

Others

પ્રગતિ....

પ્રગતિ....

2 mins
496


 મિત્રો, કોઈપણ દિવસ, અઠવાડિયું, મહિનો કે વર્ષ ક્યારેય ખરાબ નથી હોતું, માત્ર આપણાં દ્રષ્ટિકોણમાં જ ઉણપ હોય છે. ક્યારેક આપણે ભગવાન પાસેથી, આપણાં મિત્રો, આપણી પત્ની કે પરિવારજનો પાસેથી જરૂર કરતાં વધારે અપેક્ષાઓ રાખેલ હોય છે, જ્યારે આપણને પરિણામ આપણી અપેક્ષા મુજબ નથી મળતું, ત્યારે આપણને દુઃખ થાય છે, અને દુઃખ થવું એ સ્વાભાવિક વાત પણ છે. પરંતુ જો આપણે અપેક્ષાઓજ ઓછી રાખેલ હોત તો આપણે ઓછા દુઃખી થઈએ માટે વધારે અપેક્ષાઓ રાખવી નહીં !


વર્ષ 2019 મારા માટે એકંદરે સારું રહ્યું, આ વર્ષ દરમ્યાન મારા જીવનમાં પણ ઘણાં ચડાવ ઉતાર આવ્યાં, મેં ઘણુંબધું મેળવ્યું અને સાથો - સાથ ઘણું બધું ગુમાવ્યું પણ છે ! વર્ષ 2019 દરમ્યાન મારી કારકિર્દીમાં સરકારી નોકરીના પાંચ વર્ષ પુરા થયાં, આ ઉપરાંત મેં નર્સિંગ ટ્યુટર માટેની સીધી ભરતીની પરીક્ષા પણ પાસ કરી લીધી. આ ઉપરાંત મારા પ્રોફેશન સિવાય એટલે કે મારા સાહિત્યની દુનિયામાં પણ મને મારા વાંચકો તરફથી સતત અવિરત પ્રેમ મળતો રહ્યો, આ વર્ષ દરમિયાન મેં મારી પ્રથમ નોવેલ "ધ ઊટી" કે જે એક સસ્પેન્સ, થ્રિલર અને હોરર લવ સ્ટોરી હતી. તેને પણ અલગ - અલગ સાહિત્યના પ્લેટફોર્મ પર સારો એવો પ્રતિસાદ મળેલ છે, જે મારા માટે ગર્વની બાબત છે,


આ ઉપરાંત જેવી રીતે મોરપીંછ કાનાના મૂંગટમાં ચાર ચાંદ લગાવી દે છે, તેવી જ રીતે મને અલગ - અલગ સાહિત્યનાં પ્લેટફોર્મ તરફથી ઘણાં એવોર્ડ પણ મળેલ છે. જેમ કે "ઓથર ઓફ ધ વિક", "નોમીની ફોર ઓથર ઓફ ધ યર", "ટોપ ઓથર ઓફ 2019" "રાઇટર ઓફ ધ બેસ્ટ નોવેલ" - આવા અલગ - અલગ એવોર્ડ પણ મળેલ છે ! હું આશા રાખું છું કે મારા વાંચકોએ જેવી રીતે મને અને મારી ગુજરાતી સાહિત્યની રચનાને આવકારી લીધા અને મને અઢળક પ્રેમ આપ્યો તેવો જ આવકાર અને પ્રેમ આવતા વર્ષ એટલે કે 2020માં પણ મળી રહેશે. એવી હું અંતરમનથી આશા રાખું છું. આ સાથે સાથે મારા વાંચકોને વચન પણ આપું છું કે આવનાર વર્ષમાં પણ હું વધુને વધુ સારું સાહિત્ય આપવાનો પ્રયત્ન કરીશ !


મિત્રો, આમ 2019 મને મારી લાઈફમાં ઘણું બધું આપેલ છે, પરંતુ જેમ સિક્કાની બે બાજુ હોય તેમ 2019એ મારી પાસેથી ઘણુંબધું છીનવી પણ લીધું છે. જે માત્રને માત્ર મારુંજ હતું. વર્ષ 2019માં મારા પત્નીને મિસ એબોર્શન થયું કે જેનાં દ્વારા કુદરતે અમારું બાળક તો છીનવીજ લીધેલ હતું. પરંતુ સાથે સાથે મેં અને મારી પત્નીએ અમારા બાળક વિશે જોયેલાં અને વિચારેલા હજારો સપનાઓ પણ છીનવી લીધાં. આ ઉપરાંત 2019 વર્ષ દરમ્યાનજ મારે મારા એક બેસ્ટ ફ્રેન્ડને પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. જે એક રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ હતો. આ બાબતોનું દુઃખ હજુપણ મારા મનના કોઈ એકખૂણામાં છુપાયેલ છે.


આમ 2019ના વર્ષે મને ઘણું આપ્યું તો છે પણ ઘણુંબધું છીનવી પણ લીધેલ છે, બીજા શબ્દોમાં કહું તો આ વર્ષે મારા સુખ અને દુઃખને માપસર કરીને સરભર કરેલ છે. ખરેખર 2019નું વર્ષ મારા માટે ખુબજ યાદગાર રહેશે !


Rate this content
Log in