યાદો ૨૧ દિવસની (ભાગ ૧૩)
યાદો ૨૧ દિવસની (ભાગ ૧૩)
એકવાર એક જંગલમાં ગુલાબનું છોડ હતું. એની બાજુમાં જ ગલગોટાનું છોડ હતું. એકવાર ગુલાબના છોડને ફૂલો આવ્યા. તેની પર આવેલ લાલ રંગના ગુલાબ ઘણા સુંદર દેખાતા હતાં. ગુલાબના છોડને એના ઉપર ઊગેલ ગુલાબોની સુંદરતા પર ગર્વ હતો. હવે એની બાજુમાં જ આવેલ ગલગોટાના છોડ પર પણ ફૂલો આવ્યા. જે આટલા સુંદર નહોતાં. છતાં તેની આજુબાજુ ભમરાઓ (મધમાખીઓ) મંડરાતા, ભમતાં, એની ઉપર આવી બેસતાં. ગુલાબના છોડને આ વાતની ઈર્ષા થવા લાગી એણે ભમરાઓને આકર્ષવાના ઘણા પ્રયત્ન કર્યા પણ ભમરાઓ ગુલાબને જોતાં સુદ્ધા નહી! અને સીધા ગલગોટાના છોડ પર આવેલ ફૂલો પર જઈ બેસતાં. આ અપમાનથી ગુલાબનું છોડ અકળાયું. તેણે ગલગોટાના છોડને કહ્યું, “તું આટલું સુંદર નથી છતાં ભમરાઓ કેમ તારી પાસે આવે છે. તારી પર બેસે છે અને મારી તરફ કેમ ધ્યાન પણ આપતાં નથી? તું શું કોઈ જાદુટોણાં જાણે છે? ત્યારે ગલગોટાએ નરમાઈથી કહ્યું, “મારી પાસે તારા જેટલી સુંદરતા નથી પણ મારી અંદર મધ છે. જે તે ભમરાઓની ભૂખ મટાડે છે.”