Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Nicky Tarsariya

Others Romance


3  

Nicky Tarsariya

Others Romance


પ્રેમસંબંધ કે આંઘળો પ્રેમ

પ્રેમસંબંધ કે આંઘળો પ્રેમ

6 mins 836 6 mins 836

આરતીના ભાગવાના સમાચાર હવાની માફક આખા સમાજમાં પ્રસરી રહ્યા હતા. લોકો ને તો જાણે એક નવું જ પાનું મળી ગયું હોઈ તેમ અલગ અલગ લોકોના મનમાં અલગ અલગ વાતો હતી. કોઈ કહેતું કે 'આરતી તો એટલી સમજદાર હતી તે એવું પગલું ક્યારે પણ ના ભરે જરૂર તે છોકરાએ તેને ફસાવી હશે,' તો કોઈ કહેતું કે 'તેનો ભાઈ આવા દોસ્તોને ઘરમાં લાવે તો એવું જ થાવનું જરૂર તેમાં તેનો પરિવાર નો જ હાથ હશે.' ત્યાં એક નવી વાત ઉમેરાતી 'મને તો ખબર જ હતી આરતી આવી જ છે ખબરની કેટલા સાથે લફરું હશે !' કોણ જાણે, ના જાણે કે કેટલી વાતો સમાજમાં પ્રસરી રહી હતી.

એક બાજુ આરતીનો પરિવાર આરતી માટે હેરાન હતો. ના આરતી ના કોઈ સમાચાર હતા ના કોઈ ફોન હતો. પણ એટલું તો તે પણ જાણતા જ હતા કે આરતી અર્પિત નામના છોકરા સાથે ભાગી ગઈ છે. જયારે આખો પરિવાર ચિંતામાં ગળાડૂબ હતો ત્યારે આરતી મસ્ત અર્પિત સાથે ફરવામાં મશગુલ હતી.

બે ત્રણ દિવસ પછી આરતી નો ફોન આવે છે, 'આઈ એમ સોરી, મમ્મી- પાપા, જાણું છું તમે અત્યારે મારા માટે હેરાન હશો પણ વિશ્વાસ કરો મારા પર હું ખરેખર અર્પિત સાથે બોવ જ ખુશ છું. અને મેં જે કર્યું તે બરાબર છે. હું કોઈના બહેકાવમાં નથી આવી. હું અર્પિતને પ્રેમ કરું છું અને આખી જિંદગી તેની સાથે જ જીવવા માંગુ છું. મમ્મી મને નથી લાગતું કે મેં કઈ ખોટું પગલું લીધું હોઈ. હું જાણતી હતી કે તમે ક્યારે પણ મારા લગન અર્પિત સાથે ન કરી આપત કારણકે તે બીજા સમાજનો છોકરો છે અને હવે હું તેના વગર રહી ના શકું એટલે મેં જે કર્યું તે બરાબર છે.

આંખોના આંસુ જેના માટે રૂકતા ન હતા તે જ આરતી ફોન કરીને કહે છે કે જે કર્યું તે બરાબર છે તે માબાપની હાલત વિચારવા જેવી હોય છે. પણ અહીંયા હાલત તે ન હતી આરતીને સમજવી ને ફરી ઘરે લાવેછે. આખરે મા બાપ કેટલા દિવસ કલજાના કટકાથી દૂર રહી શકે. ૨૦ દિવસ પછી આરતી ફરી પોતાના ઘરે આવે છે. પહેલા જેવું માન કે સ્વમાન મળવું હવે મુશ્કેલ છે. પણ આરતી હતી આવી કે ગમે ત્યારે પણ કોઈ નું દિલ જીતી લેય. આરતીને પરિવારે તો અપનાવી લીધી પણ સમાજ માટે તે હંમેશા એક ભાગેડુ છોકરી બની ગઈ હતી . આરતી ગમે ત્યાં નીકળે લોકો તેના પર આંગળી ચીંધતા 'જુવો આ આરતી જે ૨૦ દિવસ પર નાતના છોકરા સાથે રહીને આવી તેને શરમ થોડી હોઈ પણ આરતીને બોલવા જેવું કઈ જ ન હતું તે બધાની વાતો સાંભળી લેતી.

સમય આગળ નીકળતો હતો અને આરતી માટે હવે નવા રિશ્તા પણ આવવા લાગ્યા હતા. એક સારો છોકરો ગોતીને મમ્મી પાપાએ આરતીનું ત્યાં નકી કરી દીધું. એક જ જીવનમાં આરતીનો આ ત્રીજો સાથી હતો. પેહલી વાર સગાઈ થયેલી તે લગભગ ત્રણ ચાર વર્ષ રહી અને પછી આરતી એ તે સગાઇ તોડી નાખેલી તેને તે છોકરો બરાબર ના લાગ્યો પણ જયારે પોતાનામાં જ ખોટ હોઈ ત્યારે બીજા સારા કેવી રીતે લાગે. અને જેને તે પ્રેમ કરતી હતી જેની સાથે તે ભાગી હતી તે તેની જીવનનો બીજો સાથી અને ત્રીજો એટલે વિવેક જેની સાથે તેના લગન થવાના છે.

જલ્દીથી સગાઇ અને જલ્દી જ લગન કેમેકે હજી પણ ડર તો હતો જ પરિવારને કે આરતી ફરી કંઈક ખોટું પગલું ના લે. વિવેક સાથે આરતીના ધામધૂમથી લગન કરવામાં આવ્યા. સમાજની સહમતી અને પરિવારના આશીર્વાદ લગન વિધી સમ્પન થયા. જેટલી તે ખુબસુરત અને ગુણવાન તેટલી નસીબદાર પણ જીવનમાં ત્રણ સંબધો બધાના ત્રણે ત્રણ તેને પ્રેમ કરવાવાળા અને અમિર મળ્યા. લગન ગ્રન્થિમાં જોડ્યા પછી આરતી બહારથી તો ખુશ લગતી હતી પણ અંદરથી હજી પણ તેના દિલમાં અર્પિત જ હતો. દિવસોની સાથે આરતી અને વિવેકનું લગન જીવન ખુશીથી વીતવા લાગ્યું લગન ત્રણ મહીના પછી આરતી અને વિવેકની હનીમૂન ટિકિટ પણ આવી ગઈ બને થોડાક દિવસો માટે ફરવા નીકળી ગયા. સૌરાષ્ટ્રની એક નાની એવી સફર આમ તો વિવેક આરતીને લઇ ને દૂર જ જવું હતું. પણ આરતી ના બોલવાથી તેને તે વાતને ત્યાંજ રોકી દીધી વિવેક ને લાગતું પણ હતું કે હજી પણ આરતીનું મન નથી લાગતું પણ તે વિચરતો કે થોડીક દિવસમાં બધું જ બરાબર થઇ જશે પણ આરતી માટે આ શક્ય ન હતું.

આરતીનું જીવન જિંદગીનો ખેલ હતો કે પછી પોતે જ જિંદગી સાથે ખેલતી હતી. ૧૦ દિવસ ફર્યા પછી આરતી અને વિવેક ઘરે જઈરહ્યા હતા. ત્યારે આરતી વિવેકને રસ્તામાં જ એકલો મૂકી અર્પિત સાથે ભાગી નીકળી. આ કોઈ સંજોગ કે સપનું ન હતું. પણ એક હકીકત હતી. જે આખો સમાજ જાણતો હતો. ફરી આ વાત હવાની વેગે સમજમાં પસરી રહી હતી. લોકોને શું એક નવી વાત કરવાનો મોકો મળ્યો આરતી ફરી તેજ છોકરા સાથે ભાગી ગઈ. પણ શું જોઈને ત્યાં ગઈ હશે જે પહેલાથીજ બે છોકરીનો બાપ છે. પણ પ્રેમ થોડો જોઈ વિચારી ને થાય ખરેખર પ્રેમ આંધળો હોઈ છે. તે આજે આરતી એ સાબિત કરી બાતવ્યું પણ તેને ભાગવું જ હતું ફરી વાર તેની જ સાથે તો ઘરે આવવાનો શું મતલબ હતો ! શા માટે લગનના આટલા ખર્ચા અને બીજાની જિંદગીની બરબાદી કરી. પણ હકીકત તો કંઈક અલગ જ હતીઅર્પિત જ્યાં સુધી પહેલી પત્નીને તલાક ના કરે ત્યાં સુધી આરતી તેની પત્ની ના બની શકે અને આજે ફાઈનલી અર્પિતનું તલાક પણ થૈ ગયું. અને આરતી સાથે તે પરણી પણ ગયો.

પરિવારમાં સન્નાટો છવાઈ ગયો હતો આ વાતથી કે એક સમજદાર છોકરી આવું પણ કરી શકે તે કોઈએ માન્યું ન હતું. ફરી કરેલી આરતીની આ ભૂલે પરિવારને સમજમાં મોં દેખાડવા લાયક ના રાખ્યું. પહેલીવાર તો નાદાન સમજી ભૂલ માફ કરી દીધી. પણ આ વખતે તો આરતી માટે ઘરના દરવાજા હંમેશા બંધ થઈ ગયા. આજે આખો પરિવાર આરતીથી નારાજ હતો. આરતી એવું શું કામ કર્યું પણ નસીબની આગળ કોનું ચાલે તે પણ કિસ્મત આગળ મજબુર થઈ હોય. બાકી તો કોણ છોકરી એક ભવમાં ત્રણ ભવ કરવા ત્યાર હોય.

પ્રેમની માયાજાળમાં ફસાયેલ આરતીના જીવનમાં ફરી એકવાર ખુશીનું મોજું ઉછળ્યું. આરતી એ એક ફુલ જેવી સુંદર છોકરીને જન્મ આપ્યો. આરતીનો પ્રેમ તો સચોજ઼ હતો પણ તેને જે કર્યું તે ખોટું હતું. એકસાથે કેટલી જિંદગી તોડી એક બાળકને બાપ વગરના કર્યા અને એક પરિવારની આખી જિંદગીને જુકાવી ગઈ. પણ પ્રેમની બુદ્ધિ લાંબી થોડી હોy છે ! તે તો પોતાનું જ વિચારે ને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. અને હવે આરતીની છોકરી ખુશી ૮ વર્ષની થઈ ગઈ ખુશ છે તે તેના જીવનમાં મા-બાપ નો સાથે પણ મળે છે. પણ પરિવાર તેનાથી હજી પણ નારાજ છે. ના તો સમાજ તેને ક્યારે અપનાવી શકે આરતી માટે ઘરના દરવાજા તો ખુલા છે પણ કોઈ પણ પ્રસંગમાં તે હાજરીના આપી શકે. થોડીક દિવસો પહેલાજ આરતીની નાની બેનના લગન હતા. પણ આરતી માટે મંજૂરી ન હતી. તેના બેનના લગનમાં જવાની. આરતીનો પ્રેમ તો જીતી ગયો પણ આરતીએ તેના મમ્મી પાપાને હંમેશા માટે સમાજની બહાર કરી દીધા. આજે પણ લોકો એ જ વિચારે છે કે આરતીને ભગાડવામાં તેના મમ્મી નો જ હાથ હતો.


Rate this content
Log in