STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

પળ

પળ

1 min
249

ડીફેન્સીવ રમી 50-55 -60 પૂરા કર્યા,

'હવે ખભા ઊંચકવા છે,'

ચોક્કા છક્કા મારવા છે, 

હવે જ ખરી મજા છે.


તનથી થાક્યો છુંં જરા,

'મનથી હાર્યો જરાય નથી,'

 હવે બમણા ઉમંગથી રમવુંં છે,

 હવે જ ખરી મજા છે.


ઇન્જરી, સ્લેજીંગ, ખોટી અપીલો,

'કેટલું બધુ સહન કર્યુ !'

હવે આ બધુ ગણકારવું નથી,

હવે જ ખરી મજા છે.


આઉટ થવું મંજૂર છે,

'રિટાયર્ડ હર્ટ થવું નથી,'

ખુમારીથી રમ્યો છું, ખુમારીથી રમવું છે,

હવે જ ખરી મજા છે.


સેન્ચુરી ભલે ના થાય,

'70, 80,90 માં આઉટ ભલે થવાય,'

બાકીની ઈનીંગ મસ્તીથી રમવી છે,

હવે જ ખરી મજા છે.


 ટીમને જીતવા જોઈતા રન કરી લીધા,

'બાકીનું હવે ટીમ પર છોડી,'

 મારે મારી રીતે રમવું છે,

 હવે જ ખરી મજા છે.


સામે ઊભેલો પાર્ટનર,

'છેલ્લે સુધી સાથ આપશે જ.....'

અને એક યાદગાર ઈનીંગ રમવી છે,

હવે જ ખરી મજા છે.            


'પચાસ વટાવી' 'ચૂકેલા દરેક વ્યક્તિ - મિત્રોને' 

'અર્પણ ! 'હા આપણે પણ “પળ” માણીએ.


Rate this content
Log in