STORYMIRROR

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

ફરિસ્તો

ફરિસ્તો

1 min
14.5K


સમુદ્રના જીવલેણ મોજાઓને પોતાનું શરીર સોંપી દેવા એ આગળ વધી. બધાજ દુઃખોમાંથી હંમેશની મુક્તિ. જરા દૂર ફૂવારા ઉડતા દેખાયા. પોતાની તૈરાકીની કળાએ બાળકીને બચાવી લીધી. "આપ તો ખુદાએ મોકલાવેલ ફરિસ્તા છો." એક માની દુઆ સાથે લઈ ફરીથી એકાંત ખૂણામાં જીવન ત્યાગવા આગળ વધી. પણ યાદ આવ્યું 'હું તો ખુદાએ મોકલેલ ફરિસ્તો. હજી તો આવા ઘણા મિશન મને સોંપાયા હશે.' અને ઈશ્વરની એ બહાદૂર સૈનિક ફરીથી જીવનના મિશન પર નીકળી પડી.


સામગ્રીને રેટ આપો
લોગિન