ફાસ્ટફૂડ ખાઉં જીમ જાઉં
ફાસ્ટફૂડ ખાઉં જીમ જાઉં
ગુજરાતીઓ ખાવના બહુ શોખીન જયાં ખાવાનું ભાળ્યું નથી ને ઉમટયા નથી. પછી સમય જતાં ચરબીનો થર જામી જતો હોય છે અને પછી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે અનેક પ્રકારની દવાઓ અને ફાકીઓનો સહારો લેવો પડતો હોય છે. અને જો ઉંમર નાની હોય તો વ્યક્તિ જીમનો સહારો લેવાનું પસંદ કરે છે. ઘરમાં કામ સોંપ્યું હોય તો ન થાય પણ જીમમાં ૨૦-૨૦ કિલોના સાધનો ઉચકશે !
જીમ જવું સારી જ વાત છે પણ ચરબી સાથે જીમ જવું કયારેય ફરજિયાત થઈ પડે છે. કારણ ફાસ્ટફૂડના જમાનામાં વ્યક્તિ પોતાની જીભ પર કંટ્રોલ નથી કરી શકતો. મસ્ત ઉનાળાની સવાર પડતાંની સાથે જીમ ફરજિયાત જવું પડે ! કારણ એની તંદુરસ્તી જળવાય રહે, મસ્ત સવારમાં જીમ જવાના ખર્ચાઓ પણ વધે. ટ્રેકશુટ, શૂઝ, કાનના હેન્ડસફ્રી જેવી વસ્તુઓ ફરજિયાત થઈ ગઈ ! જીંદગી જીવી એ પણ એક લહાવો છે પણ જો જીવતા આવડે તો !
એક હેવીબોડીવાળો વ્યક્તિ બહુ મોટા જીમમાં જઈ હળવી કસરત કરે છે કેટલાક લોકો આ હેવીબોડી ને જોઈ ને વિચારે છે કે કેટલો સુખી માણસ છે આ એવી મજાક કરે છે પણ એને કયાં ખબર કે આને ખાવાનું સુખ છે પીઝા, બર્ગર, સેન્ડવિચ વગેરે ફાસ્ટફૂડના પ્રતાપે આ સુખ મળ્યું છે એટલી ભાગદોડ ભરી લાઈફમાં ફાસ્ટફૂડ પ્રત્યેનું આકર્ષણ વધ્યું અને સાથે તંદુરસ્તીનું આકર્ષણ ઘટતું ગયું, માણસ જલસાથી જીંદગી જીવામાં મજા છે દોસ્ત એવું કહી ફાસ્ટફૂડની દુનિયામાં ઝંપલાવે છે બાકી નાની મોટી તકલીફો તો બધાના જીવનમાં હોય જ છે એવું વિચારે છે !
કસરત કર્યા પછી થોડીવાર બાજુના ગાર્ડન માં બાંકડા પર બેસીને રીલેક્ષ થાય છે થોડી બીજા જોડે વાતો કરે છે, તંદુરસ્તીને બચાવી પણ છે અને ફાસ્ટફૂડ ખાવું પણ છે ! તંદુરસ્તી ને જો સમજી જઈશું તો જીવનમાં ક્યારેય તકલીફ નહીં થાય અને ફાસ્ટફૂડ તો બધાં ખાતાં હોય છે તો એને પણ સ્વિકારીને પ્રેમ થી જીવન તંદુરસ્ત બનાવી શકાય એવું પણ વિચારનાર હોય છે.
મિત્રોને જતા કહે છે ફાસ્ટફૂડ પણ ખાઉ અને જીમ જાઉં પછી ઘર તરફ જવા રવાના થયાં, ઘરે પહોંચી ફ્રેશ થયા ત્યારબાદ ઝુલા પર ઝુલતા-ઝુલતા ચા અને કોફી પીધી શુભ સવારને ફુલ ની જેમ ખીલાવી દીધી એટલે હુશ્ટપુશ્ટ તો છે પણ હેલ્દી પણ છે ! ફરી ભાઈ કામમાં વ્યસ્ત થઈ ગયાં. આ જ સાચી જિંદગી જીવવાનો આનંદ હોય શકે એમ લાગે છે
