Shalini Thakkar

Others

3  

Shalini Thakkar

Others

નકલી ચહેરો

નકલી ચહેરો

3 mins
191


રેખાએ આજે ઓફિસમાં રજા લીધી હતી. ઘણા સમયથી એણે કોઈ રજા નહતી લીધી અને રાત દિવસ નિરંતર ઘર અને ઓફિસના કામથી થાકી ગઈ હોવાને કારણે આજે એને ઘરમાં રહીને સંપૂર્ણ આરામ કરવાનું નક્કી કર્યું હતું. રેખાનો પતિ રમેશ સવારના પોતાના સમયે ઓફિસ જવા માટે નીકળી ગયો હતો અને બાળકો પણ એમનો સમય થયો એટલે સ્કૂલ જતા રહ્યા. સવારના કામકાજમાંથી પરવારીને રેખા થોડીવાર આરામથી બેઠી. સમય પસાર કરવા માટે એણે પોતાનું લેપટોપ પોતાના હાથમાં લીધું અને ફેસબુકમાં લૉગ ઈન કર્યું. ફેસબુકની સ્ક્રીન ને સ્ક્રોલ કરતાં કરતાં અચાનક એની નજર સામે એક ચહેરો આવી ગયો. અને સ્ક્રીન પર ફરી રહેલી એની આંગળી એકદમ અટકી ગઈ, સામે સ્ક્રીન પર દેખાતો એની ખાસ ફ્રેન્ડ રુચિ ચહેરો જોઈને એના ચહેરાના હાવભાવ એકદમ બદલાઈ ગયા. કેટલા દિવસનો થાક ઉતારવા માટે લીધેલી રજા પછી એના ચહેરાના હાવભાવ પર આરામ દેખાવાને બદલે તણાવ દેખાવા માંડ્યો.

રુચિ હજી પણ આ ઉંમરે કેટલી સુંદર અને આકર્ષક લાગી રહી હતી. એને ગઈકાલે જ ગયેલી પોતાની વર્ષગાંઠ ના ફોટા અપલોડ કર્યા હતા એ જોઈને રેખા ના મનમાં એના ઉપર થોડી ઈર્ષા ઉપજી. એના જન્મદિન ઉજવણીના ફોટા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે એ કેટલું સુખી અને સમૃદ્ધ જીવન જીવી રહી હતી. ફોટામાં ચાલી રહેલી પાર્ટી પાછળ દેખાતું એનું ઘર એ એ વાતનો પુરાવો આપી રહ્યું હતું. ફોટામાં એનો પતિ અને એના બાળકો એને આલિંગન આપી ને જન્મદિનની મુબારકબાદ આપી રહ્યા હતા. આધુનિક ડિઝાઈનર વસ્ત્રો અને મેકઅપમાં સજ્જ રુચિ કોઈ હિરોઈન જેવી લાગી રહી હતી. અચાનક જ રેખા ની નજર એની સામે ડ્રેસિંગ ટેબલના અરીસા પર પડી અને એમાં એને એનું પોતાનું પ્રતિબિંબ દેખાયું અને એના મનમાંથી નિસાસો નીકળી ગયો, ક્યાં હું અને ક્યાં રુચિ ? રુચિ ખરેખર કેટલી નસીબદાર છે. રેખાના રગરગમાં રુચિ તરફ ઈર્ષ્યાનો ભાવ વહેવા માંડ્યો. એ જેમજેમ રુચિના ફોટા જોતી ગઈ એમ વધુ ને વધુ લઘુતાગ્રંથિથી પીડાવા માંડી.

ખેર જેવું જેનું નસીબ એમ વિચારીને રેખા એ રુચિને ફેસબુક પર જન્મદિવસની શુભેચ્છા પાઠવવાની ઔપચારિકતા પૂરી કરી. અંદરથી એના માટે દ્વેષ ઉત્પન્ન થયો હોવા છતાં પણ બહારથી એના ફોટા જોઈને ખૂબ જ આનંદ થયો હોય એવો કૃત્રિમ દેખાવ કરીને ફેસબુકમાંથી લોગ આઉટ થઈ અને થોડો આરામ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એનું મન વધુને વધુ બેચેન બની રહ્યું હતું. એને ક્યાં ખબર હતી કે હજારો માઈલ દૂર રૂચીના ઘરમાં એના જન્મદિવસની પાર્ટી પછીનું સાચું દ્રશ્ય શું હતું. એ મેકઅપ વગરનો રુચિનો ચહેરો કેટલો નિસ્તેજ અને હતાશ લાગી રહ્યો હતો. એ રુચિ ના ચહેરા પર ના નકલી હાસ્ય પાછળની પાછળની હકીકત કંઈક જુદી જ હતી. એ અંગત મહેમાનો વચ્ચે યોજાયેલી રુચિની સરપ્રાઈઝ પાર્ટી પતી ગઈ અને બધા મહેમાનોના ગયા પછી રુચિ અને એના પતિ રિતિક વચ્ચે દર વખતની જેમ જ જબરજસ્ત મોટો ઝઘડો થયો હતો. બેડરૂમની બહાર એમના ઝઘડાની વાત સાંભળી રહેલા બાળકો દર વખતે તેમજ કંટાળીને ઘરની બહાર નીકળી ગયા હતા.

રુચિ જોરજોરથી બૂમો પાડી રહી હતી,"હવે મારાથી નહીં સહન થાય, રિતિક. આજે તારે ફેસલો કરી દેવો પડશે કે કા તો હું અને કાં તો એ ? એક મ્યાનમાં બે તલવાર ક્યારેય ન રહી શકે. તારા જીવનમાં આવેલી એ બીજી સ્ત્રી અને મારા વચ્ચે આજે તારે ફેસલો કરવો જ પડશે."

"ના સહન થતું હોય તો જતી રે તારા ઘરે. પણ એને તો હું નહી જ છોડુ."નશામાં ધૂત રિતિકે ઋષિ ના ગાલ પર એક તમાચો ચોડી દીધો. રુચિ બૂમો પાડતી રહી અને રિતિક એને અવગણીને બેડરૂમની બહાર નીકળી ગયો. પોતાની હતાશા દૂર કરવા માટે રુચિએ સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો અને એ ઔપચારિકતા ભરેલી પાર્ટીમાં પાડેલા ફોટા ફેસ બુક પર અપલોડ કર્યા અને પોતે સુખી હોવાનો કૃત્રિમ મુખોટો ચહેરા પર પહેરી લીધો. એના મુકેલા ફોટા પર એને મળતી લાઈક અને કૉમેન્ટ પરથી પોતે કેટલી સુખી છે એનું પ્રમાણપત્ર અને લોકો તરફ મળી ગયું જેનો કૃત્રિમ આનંદ પણ એણે મેળવી લીધો. અને રિતિક એક આદર્શ પુરુષ હોવાનો નકલી ચહેરો લઈને ઘરની બહાર નીકળી ગયો.


Rate this content
Log in