Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

નજર

નજર

1 min
215


ને એણે તિરછી તીવ્ર નજર પૃથ્વી પર કરી. એ સાથે મોટું અટ્ટહાસ્ય કર્યું. હવે પૃથ્વી વાસીઓ મારા ચુંગલમાંથી બચી શકશે નહીં. મારો મધ્યાહન કાળ ચાલે છે. મારી કૃપા દૃષ્ટિ થી ચારે બાજુ કપટ, લાલચ છવાઈ ગયું છે.

હવે સત્ય જશે ક્યાં ? ફક્ત કથા વાર્તા પુરતી જ સીમિત રહેશે.

ને એ પણ સત્યનારાયણની કથાના સમયે જ પાછા મારા કહ્યા મુજબ જ ચાલશે. અસત્યનાં ઉચ્ચારણ વર્ચસ્વ જમાવશે. એમ બબડીને એણે ફરીથી અટ્ટહાસ્ય કર્યું. એ સાથે જ પૃથ્વી પર ઘણી જગ્યાએ કમોસમી વરસાદ, વાવાઝોડું, ભૂકંપ અને સુનામી આવી. આ કુદરતી હોનારતનો લાભ દરેક રાજકીય લોકો તેમજ લાલચુ લોકો એ કમાવા માટે લીધો. બધાને રાતોરાત અમીર બનવું છે.‌

અસત્ય અને અધર્મ સિવાય તો બની જ શકાતું નથી.. આ હળાહળ કલયુગ ચાલે છે.. એવું બધા માનવા માંડ્યા. એ શ્યામવર્ણી કલયુગ ખુશ થયો. હા એ કલિ ફરીથી પૃથ્વી પર સક્રિય થયો. સત્ય અને ધર્મ મુજબ આચરણ કરનારા પર સંકટો આવવા માંડ્યા.  શું આ દશામાંથી મુક્ત થવાશે ?  કોઈ મીઠી નજર આ કલિનો ત્રાસ દૂર કરી શકશે ?

કોઈ એવી ઈશ્વર ની અમી કૃપા પૃથ્વી પર પડશે ? શું માનવું છે ? અમે રાહ જોઈશું. પણ ક્યાં સુધી ? કે હાર માનીને શરણે ?


Rate this content
Log in