The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

નજર બદલાઈ ગઈ

નજર બદલાઈ ગઈ

1 min
523


આખો કોર્ટ રૂમ ખીચોખીચ ભરેલો હતો. આજે સુમંતરાયની મિલ્કતનો ચુકાદો આવવાનો હતો. મોટા દીકરા મુકેશે એની બેનને મિલકતમાં ભાગ નહિ મળે તે માટે કેસ કરેલો. સુમંતરાયે બધી મિલ્કતમાં એમની દીકરી નિતાને પણ ભાગ મળે એવી તજવીજ કરી હતી.જેનો વિરોધ દીકરા એ કરેલો. અને કોર્ટમાં હાજર રહેવાનો સમન્સ પણ હાથો હાથ કોર્ટમાંથી આવેલો. સમન્સ પકડી સુમંતરાય ખૂબ વ્યથિત થઈ ગયા હતા.


એમણે દીકરો પ્રાપ્ત કરવા માટે કેટલી બાધા આખડી મન્નત માંગી હતી. અને એજ દીકરો આજે એમને કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કરાવે છે. દીકરાને નજર નહિ લાગે એને માટે કેટલીય વાર નજર ઉતારી હતી. એજ દીકરા એ આજે મિલ્કત માટે નજર બગાડી હતી. એમણે કોર્ટમાં જતા પહેલાં કેલેન્ડર તરફ નજર કરી તો યોગાનુયોગ "નાગ પંચમી" હતી.


અને કોર્ટનો ચુકાદો એમની તરફેણમાં આવ્યો ત્યારે ઘર તરફ ફેણ કરનાર દીકરા માટે એમને ભારોભાર તિરસ્કાર છૂટ્યો. એમની આંખમાંથી અશ્રુધાર નીકળી રહી હતી. ચુકાદાની નકલ વાંચતા વાંચતા...


Rate this content
Log in