નિર્દેશન
નિર્દેશન


એક ઝેન સાધુએ કુતરો પાળ્યો હતો. તેઓ પોતાની લાકડી ફેકતાં અને કુતરાને આંગળી ચીંધી તે લાવી આપવાનું કહેતા. તેમનો કુતરો તરત આંગળી ચિંધેલ દિશા તરફ દોડી જતો અને લાકડી ઉઠાવી પાછો એમની પાસે આવતો. એક દિવસ તેઓ આમજ રમત રમતાં હતાં કે ત્યાં એ ગુરૂનો અત્યંત હોશિયાર એવો અનુયાયી આવ્યો. ગુરૂએ તેને કેટલી ઝેન કથાઓ અને ઉપદેશ કહી સંભળાવ્યા. વિદાય થતી વેળાએ ઝેન ગુરૂએ અનુયાયીને કહ્યું “તને એક આખરી વાત સમજાવવાની છે.” આમ બોલી તેમણે પોતાના કુતરાને સંબોધીને કહ્યું, “શેરા, મને પેલો ચંદ્ર લાવી આપ ?” આમ બોલી તેમણે આકાશના ચંદ્ર તરફ આંગળી કરી અને અનુયાયીને પૂછ્યું “મારો કુતરો ક્યાં જુએ છે ?”
અનુયાયી બોલ્યો “તમારી આંગળી તરફ!”
ઝેન સાધુ બોલ્યા, “બસ હું તને આ જ સમજાવવા માંગતો હતો કે તું મારા કુતરા જેવો ન બનતો. મારી કથા તથા ઉપદેશો તને આંગળી ચીંધવાનું કામ કરે છે પણ તું એ આંગળીને જ વળગીને ન રહેતો. કથા અને વાર્તાઓમાંથી બોધ લઈ આ દુનિયાની દરેક મુસીબતોનો તારો સામનો કરવો છે,”