નિબંધ
નિબંધ




મજૂર વિસ્તારની શાળામાં શિક્ષકે દારુ, જૂગાર, ચોરી જેવી કુટેવ અને એનાથી થતા નુકસાન પર વિસ્તારથી સમજાવીને પછી બાળકોને પંદર વાક્યનો નિબંધ લખવાનું કહ્યું,
ચંચી આમ પણ રોજની જેમ મોડી આવવા બદલ શિક્ષકની વઢ ખાઈ ચૂકી હતી. એમાં નિબંધનો વિષય અત્યંત અણગમતો મળ્યો. વિષય પર વિચારતાં જ નજર સમક્ષ માયકાંગલો- પોટલી પી પીને માંદલો થઈ ગયેલો બાપ દેખાયો.
બે મિનિટ પછી ચંચીએ ધૂંધળી આંખે નોટમાં લખ્યું,
“મા”.