Prashant Subhashchandra Salunke

Children Stories

3  

Prashant Subhashchandra Salunke

Children Stories

મૂર્તિકારની મૂર્તિ

મૂર્તિકારની મૂર્તિ

1 min
148


એકવાર એક મૂર્તિકારે ખૂબ મહેનત અને ખંતથી એક મૂર્તિ બનાવી. હવે આ મૂર્તિને તેણે શહેરમાં જઈ સારા ભાવે વેચવાનું નક્કી કર્યું. હવે સારો દિવસ જોઈ મૂર્તિકારે તેની મૂર્તિને ગધેડાની પીઠ પર મૂકી શહેર ભણી ચાલવા લાગ્યો. રસ્તામાં જે કોઈ મૂર્તિને જોતા તેઓ અભિભૂત થઇ જતા. મૂર્તિને જોઇને વટેમાર્ગુઓના મુખમાંથી, “સુંદર, અતિ સુંદર” “અધભુત” જેવા શબ્દો આપમેળે સરી જતા.

મૂર્તિકાર જયારે શહેરમાં આવેલ મૂર્તિની દુકાન પાસે પહોંચ્યો ત્યારે મૂર્તિને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડયા. હવે આ બધું જોઇને ગધેડાને લાગ્યું કે બધા તેને જોવા જ પડાપડી કરી રહ્યા છે ! આમ વિચારી ગધેડો સૌને રીઝાવવા વિવિધ ચાળા કરવા લાગ્યો. હવે મૂર્તિકારે ગધેડાની પીઠ પરથી મૂર્તિ ઊઠાવી દૂકાનમાં લઇ જતા ટોળું પણ તેની પાછળ પાછળ દોરવાયું. આ જોઈ બિચારું ગધેડું વિલે મોઢે ત્યાંજ ઊભું રહી ગયું.

બાળકો, આમ જ મોટા માણસો સાથે ફરતા નાના માણસો ખુદને પણ મોટા સમજવા લાગે છે. એટલે જ તો કહેવત પડી છે કે ચા કરતા કીટલી ગરમ. હવે સમજ્યા ?


Rate this content
Log in