મૃગજળ
મૃગજળ
1 min
213
મમ્મી , "મને અહીંથી કંઈક અપાવને !"
મોંઘાદાટ રમકડાની દુકાનને વિસ્ફારિત નેત્રે જોઈ રહેલા બાળકે, રોડ પરથી શાકભાજી ખરીદી રહેલી માને કહ્યું.
પોતાના લગભગ ખાલી થઈ રહેલા પાકીટ તરફ જોઈને માએ જવાબ આપ્યો , "બેટા તારી વર્ષગાંઠમાં અપાવીશ" અને એક ઊંડો નિસાસો નાંખ્યો.
માએ બાળકની આંખમાં "મૃગજળ" આંજ્યું અને બાળક ખુશ થઈને ફરીથી રમકડાને તાકી રહ્યું.
