Manishaben Jadav

Children Stories

4.9  

Manishaben Jadav

Children Stories

મોબાઇલ અને રમતોની ચડસાચડસી

મોબાઇલ અને રમતોની ચડસાચડસી

2 mins
185


      એક દિવસ બધી રમતો અને મોબાઇલ ભેગા થયા. બંને સાથે મળીને ખૂબ હરખાયા. આપણે બંને મિત્રો સાથે રહીએ સૌ જરૂરિયાત પુરી કરવા તત્પર રહીએ હંમેશા.

થોડા સમય સુધી બંનેએ શાંતિથી વાત કરી. અમુક સમય પછી બંને વચ્ચે વાતચીત થતાં તેઓ ચડસાચડસી પર ઉતરી આવ્યા.

મોબાઇલ કહે, " 

હું સાધન એવું 

સૌના હાથમાં રમતું

 જ્યાં જ્યાં જાય સૌ 

મને લઈને જ ફરતા."

આ સાંભળી બધી રમતો કંઈ ચુપ રહે ખરી. એ બોલી,

"અમે છે જરૂરી

 સૌની તંદુરસ્તી કાજે 

અમારા વિના સ્ફુર્તિ 

ક્યાંય ગોતી ન મળે."

      આ સાંભળી મોબાઇલ કહે," એવુ તો તમે શું કરો કે તમારા થકી તંદુરસ્તી અને સ્ફૂર્તિ રહે. આજકાલ તો હું ક્યાંય તમને જોવા તરસું પણ ક્યાંય દેખાતી નથી. અમારી બોલબાલા તે જોઈ છે ખરી. અરે જ્યાં જુએ ત્યાં સૌના હાથમાં સતત રમતું. નાના બાળકોથી માંડી મોટેરાઓ સૌ મને સતત હાથમાં રાખે.અરે ક્યાંક તો જમતાં જમતાં પણ હું ચાલું જ હોવ. નાનાં બાળકો મારા વિના જમતા પણ નથી. તારુ શું મહત્વ ? 

     પહેલા તો હજી બાળકો શેરીમાં રમતાં જોવા મળતાં.આજના સમયમાં તો વાલીઓ પોતાના બાળકોને શેરીમાં મોકલતાં જ નથી.આખો દિવસ મોબાઇલ સાથે જ બેસાડી રાખે છે. આમાં તમારું ક્યાં અને કેવું મહત્વ છે. મને જરા સમજાવશો.અને તમારો ઉપયોગ ક્યાં થાય છે."

       આ સાંભળી રમતો બોલી, "અત્યારે ભલે અમારું મહત્વ ઓછું દેખાય.પરંતુ લોકો અમારી કિંમત સમજતા નથી. જે વ્યક્તિ રમત રમે, કસરત કરે તો જ એનું શરીર કસાયેલું તંદુરસ્ત રહે.બાકી તો એ પચાસ વર્ષ પછી ચાલવા જેવો પણ નહી રહે. જે રમે રમત તે બને તંદુરસ્ત.

        અત્યારે દેશમાં થઈ રહેલા ખેલ જગતથી તું સાવ અજાણ છે. ક્રિકેટ, ફુટબોલ,હોકી, કબડ્ડી માં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ પૈસા કમાવાની તક મળે.અરે દેશ વિદેશમાં રમતો દ્વારા સિલ્વર મેડલ, ગોલ્ડ મેડલ જીતવાની તક પણ સાંપડે. અને તારા જેવા ( મોબાઇલ) સાધનનો ઉપયોગ શું ? બસ સમય પસાર કરવા પુરતો.ઉલટાનુ નુકસાન કેટલું જાણે છે ને. આંખને નુકસાન કરે, શરીર આળસું બની જાય કોઈ પણ કામ સમયસર ન થાય  બાળકો ગૃહકાર્યથી અલિપ્ત રહે. યુવાનો પુસ્તકથી દૂર રહે. અમારા દ્વારા કોઈ નુક્સાન ન થાય.ઉલટાનો ફાયદો જ ફાયદો થાય.માટે હું તો સૌને સલાહ એ જ આપીશ,

કરો ઉપયોગ ઓછો મોબાઇલનો 

વધારે સમય આપો રમતને

શરીરને તમારા સ્ફુર્તિલુ બનાવવા

રોજ એક રમત રમો.

     મોબાઇલ કહે," અમારું મહત્વ કંઈ સાવ ઓછું ન આંકો.અમારો ઉપયોગ પણ ઘણી જગ્યાએ થાય છે.અત્યારે ટેકનોલોજી નો જમાનો છે ભાઈ.સમય સાથે તાલ મિલાવવા અમારો ઉપયોગ જરૂરી છે.

      દુનિયાની કોઈપણ માહિતી તમારે જોઈતી હોય,તમે ફક્ત મોબાઈલમાં ટાઈપ કરો તે જ ક્ષણે તમને જવાબ મળી જશે.અભ્યાસ માટેના કોઈ વિડિયો જોવા હોય તો તમે તે તરત મેળવી શકો છો.

      અરે, કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમે મોબાઇલ વડે આસાનીથી કોઈ પણ જગ્યાએ ગયા વગર કરી શકો.જેટલુ મહત્વ રમતનું છે, તેટલું જ મહત્વ ટેક્નોલોજીનું પણ છે.


રમત અને મોબાઇલ 

જીવનમાં છે જરૂરી

જરૂર પડે તેટલો

ઉપયોગ તેનો કરીએ

અતિ ઉપયોગી કરે

વિનાશને નોતરે.


Rate this content
Log in