BINAL PATEL

Others

2.8  

BINAL PATEL

Others

મનની મુલાકાત દોસ્ત સાથે

મનની મુલાકાત દોસ્ત સાથે

4 mins
433


ઝૂની વિઝિટ કરવાની હોવાથી શ્વેતા એના દોસ્તારોથી થોડી નારાઝ હતી. કોલેજ લાઈફમાં ફરવા માટે ૧૦૦૦ જગ્યા હોય છે આ ક્રેઝી ગ્રુપ (ગ્રુપનું નામ)ને ફરવા માટે એક જ જગ્યા મળી ? શું ત્રાસ છે યાર... એક તો વીકમાં એક જ દિવસ મળે છે જયારે રિલેક્સ થઈને આમ બિઅર પીને મસ્ત પાર્ટી કરવાની હોય અને રાત્રે જલસા.. આ ઓસ્ટ્રેલિયામાં ઝૂ આટલું ફેમસ છે સમજી શકાય છે પરંતુ આ ઇસ્ટરની રજામાં કોઈ ઝૂના પ્રાણીઓને જોવા જાય ? શીટ મેન ! લેટ થઇ જશે તો શ્રેની બૂમો પડશે અને પછી બધા જ ડોલર્સ મારે પે કરવા પડશે. હું જલ્દી રેડી થઇ જાઉં અને બ્રેકફાસ્ટ રેડી કરી લઉં.


શ્વેતા ભણવાના ઈરાદાથી આ અંગ્રેજોની દુનિયામાં પ્રવેશી હતી અને આજે એ વાતને એક વર્ષ થઇ જવા આવ્યું છે. ઇન્ડિયામાં સીધી સાદી લાગતી શ્વેતા આજે એકદમ બોલ્ડ અને અડધી અંગ્રેજ થઈને ફરે છે. બિઅર અને નોન-વેજ સિવાય ચાલતું નથી. છોકરાઓ સાથે તો રાત-દિવસ રહેવાનું જ ને ! બસ ભણવાનુંને જલસા કરવાના. સોમથી શુક્ર ડોલર કમાવવાના અને શનિ-રવિમાં ઉડાવવાના. બિલકુલ આ અંગ્રેજો જેવી જ મેન્ટાલીટી અને જીવનસરણી સાથે જીવી રહી છે. હવે તો ઇન્ડિયાના નામથી જ એને થોડી ચીડ આવતી હોય એવું લાગે છે. માતા-પિતાની એકની એક સંતાન એટલે પ્રેમ તો અતૂટ છે પરંતુ ઇન્ડિયા જવા તૈયાર નથી. ફેસટાઈમ પર મળીને ખુશી મેળવી લે છે. આજે ઘણા સમયે રજાઓનું સરખું સેટિંગ થયું છે એટલે બહાર જવાનો પ્લાન બન્યો છે. પરંતુ એમાં પણ ઓસ્ટ્રેલિયામાં આવેલું ફેમસ ઝૂ જોવા જવાનું છે. બેનનો મૂડ નથી છતાં શ્રેનીના કહેવાથી જવા તૈયાર થઇ છે.(શ્રેની એનો અંગ્રેજ દોસ્ત છે અને કદાચ દોસ્તથી થોડું વધારે).

'શ્વેત, વ્હેર આર યુ ?' શ્રેની ઘરમાં આવી બૂમ પાડી.

'યેસ, હું શાવર લાઉ છું. વેઇટ ફોર ૧૫ મિનીટ...', શ્વેતાએ બૂમ પાડી.

શ્રેની ત્યાં સુધી બેસીને મેગઝીન જોતો રહ્યોને થોડા જ સમયમાં બીજા બધા દોસ્તારો પણ આવી ગયા. સાથે શ્વેતા પણ એકદમ સરસ રેડી થઈને આવી ગઈ. શ્રેનીના મનમાં તો જાણે લડ્ડુ ફૂટી ગયા પરંતુ બધાની સામે કઈ બોલ્યા વગર બસ સ્માઈલ સાથે કારમાં બેસી સહુ નીકળી પડ્યા.

એક કલાકની ધમાકેદાર રાઈડ પછી બધા જ ઝૂ પહોંચી ગયા અને ઝૂને નિહાળવાના ચક્કરમાં બધા પોતાના સાથીદાર સાથે ઝૂ જોવામાં મસ્ત થઇ ગયા. આ બાજુ શ્રેની અને શ્વેતા એકબીજામાં ખોવાયા. થોડા સમય પછી બિઅરની બોટલ ખોલાઇ અને શ્વેતાએ મસ્ત મગન થઈને ભમવા માંડ્યું. શ્રેનીને એક અર્જન્ટ કોલ આવતા એ થોડો દૂર જતો રહ્યો. શ્વેતા ચિંપાન્ઝીના પિંજરા પાસે જઈને એને જોયા કરતી હતી. ચિંપાન્ઝી આમ તો કોઈ નુકશાન કારક પ્રાણી ના કહી શકાય એટલે એને આમ આખા પિંજરામાં ખુલ્લું જ રાખ્યું હતું. શ્વેતાને થોડી ચડી પણ ગઈ હતી અને થોડી મસ્તમાં મગ્ન થઇ ગઈ હતી એટલે એ પીંજારા પાસે જઈને બેસી ગઈ અને જોર-જોરથી એને જોઈને હસવા લાગી. ચિંપાન્ઝી ચૂપ-ચાપ જોયા કરે છે.

'ઓહ! ચીમ્પ... કમ હીઅર... અરે દોસ્ત ! હા, તને જ કહું છું. એક તું જ છે ને જે મારો પાક્કો એટલે પાક્કો મિત્ર બની શકે. કારણ કે હું તને કહીશ તો તું મને સાંભળીશ અને આ શ્રેની અને બીજા દોસ્તારો તો મારાથી દૂર મને એકલી મૂકી મસ્ત ફરે છે.' શ્વેતા થોડી વધારે મસ્ત મગ્ન થઈને બોલે છે. આજુ-બાજુવાળા એને જોવે છે અને ચાલ્યા જાય છે કારણ કે આ તો પરદેશ છે સાહેબ ! અહીંયા કોઈ-કોઈની પંચાત થોડી કરે ! કોની પાસે સમય છે બીજાને સમજવાનો !

ચિંપાન્ઝી આવે છે અને બેસી જાય છે. આમ-તેમ જોવે છે અને બેસી રહે છે. શ્વેતાએ બોલવાનું ચાલુ કર્યું છે અને હાસ્ય કરે છે...

'થેન્ક યુ દોસ્ત... તું મારા બોલાવવાથી આવ્યો ? શું વાત છે ! ચાલ તું આવી જ ગયો છે તો આજે હું તને મારી વાત પણ કરી જ દઉં.. અરે ! તું તો અંગ્રેજના જમાનાનું પ્રાણી છે ને ! તું આ પરદેશમાં જ રહીને મોટું થયું છે તો મને સમજી શકીશ ? મારી ભાષા સાથે મારી ભાવનાઓ પણ તારા સુધી પહોંચશે કે નહિ ? હું તો પાગલ છું, હા ઇન્ડિયાની છોરી અંગ્રેજ જેવી ગોરી, રાધા રૂપાળી ને આ જંજાળમાં ફસાણી... ના સમજાયું ? કઈ નહિ... મને પણ નથી જ સમજાતું દોસ્ત... બધું જ મારી સમજની બહાર છે. હું એક વર્ષ પહેલા શું હતી અને અત્યારે શું થઇ ગઈ છું. બિઅર અને નોન-વેજ, બોય્સ અને પાર્ટીસ, ડોલર્સ અને એશો-આરામ અને બીજું ઘણું બધું.

અરે ! હા, બહુ વધારે થઇ ગયું, નહિ ? દોસ્ત કીધો છે તને.. એક સાચો, પાક્કો દોસ્ત. તને મળવા આવવાનું ગમ્યું મને. અરે ! મારે તો આવવું જ નહતું ને ! સારું થયું આવી ગઈ. તારી સાથે મનની વાત થઇ ગઈ ને ! મન હળવું થઇ ગયું. હા, તું બહુ મગજ પર લેતો નહિ. આ તો કાળા માથાના માનવીની વાત છે દોસ્ત ! તમારે તો શાંતિ છે. છળ-કપટ, ઈર્ષા, રાગ-દ્વેષ અને અહંકાર, સાચું-ખોટું આ બધાના ચક્રવ્યૂહમાં નથી પડવું પડતું. બહુ અઘરું છે દોસ્ત, કાળામાથાના માનવીની કહાની તને કેમ સમજાશે ? અને કદાચ સમજાશે તો તું મને કેવી રીતે કહીશું ?' શ્વેતા બોલ્યા કરતી'તી...

શ્વેતાએ મનનો ઉભરો આજે ચિંપાન્ઝીને માણસ સમજીને કાઢી નાખ્યો. બિઅરના નશામાં ક્યાં ખબર પડી કે કોની સામે શું બોલી ગઈ ! જિંદગી ચાલતી ગઈ... ચિંપાન્ઝી એના રસ્તે, શ્વેતા એના રસ્તે. ઝૂની મુલાકાત ખરેખર સફળ રહી કે નહિ એ સમજવાનું આપણી સમજશક્તિમાં છે. શું કહેવું ?


Rate this content
Log in