મેસેજ ટીક્સ
મેસેજ ટીક્સ


“આઈ મિસ યુ ભૈયા...?” હાર્ટશેપવાળા ઇમોજીસ સાથે તેણીનીએ મેસેજ કર્યો.
“ઓહ ! આમ આચાનક આજે મારી યાદ ક્યાંથી આવી, દાંતાળ...” ખડખડાટ હસતાં ઇમોજીસના ઢગલા સાથે રિપ્લાય આપ્યો.
“આ કારખાનાની નાક ફાટી જાય એવી દુર્ગંધ આવતા જ તું યાદ આવ્યો, ફાર્ટર !” બહેને ખડખડાટ ઇમોજીસનો ઢગલો મોકલ્યો.
“હા...હા...હા... ઈટ્સ નોટ ફની.” ભાઈએ ડોળા ઉપર ઘુમાવતો ઇમોજી સેન્ડ કર્યો.
“ખરેખર હોં, તારી ગંધ છેક અહીં સુધી આવે છે, ગોબરગેસ!” ખડખડાટ ઇમોજીસનો ઢગલો મોકલી ફરીથી લીધી.
લાલચોળ ઇમોજીસ અને નાકમાંથી ધુમાડા છોડતો ગુસ્સાવાળો ઇમોજીસ મોકલી – ભાઈ વિલા મોઢે તરત જ ઓફલાઇન થઈ ગયા...
પાંચ મિનિટ બાદ તેણીની મેસેજ મોકલ્યો : “સોરી ભૈયા... આઈ વોઝ જસ્ટ કિડિંગ...” દુ:ખમાં ચીમળાયેલા મોઢાવાળો ઇમોજી મોકલ્યો...
મેસેજના બે ટીક્સ કલાક સુધી ન થયા એટ્લે તેને ચિંતા થઈ. ત્રણ–ચાર ફોન કર્યા છતાંયે ફોન પિક અપ ન કર્યો. ચારેક મિનિટ બાદ ફોન આવ્યો. અજાણ્યા વ્યક્તિએ સમાચાર આપતા કહ્યું, “રોડ પર આ ભાઇનું એક્સિડેંટ થયુ છે. તમે એના સગા હોવ કે મિત્ર, તરત જ સંજીવની હોસ્પિટલમાં આવો. તેમણે ત્યાં ઇમરજન્સી રૂમમાં દાખલ કર્યા છે. તરત જ નીકળો. હી ઈઝ ઇન વેરી સિરિયસ કંડિશન.”
શોકિંગ ન્યૂઝ સાંભળી સામેના છેડે તેણીનું હ્રદય ધબકારા લેવાનું ચૂકી ગયું !