Vibhuti Desai

Others

3  

Vibhuti Desai

Others

મધુર જળ

મધુર જળ

1 min
39


રાજી સૂકા ભઠ્ઠ રણમાં હાથમાં ઘડો લઈ પાણી ભરવા જતાં રસ્તામાં એના જેવી વહુઓનો સંગાથ કરવા બેઠી.

   રાહ જોતા જોતા વિચારે ચડી ગઈ. વિચારમાં પહોંચી ગઈ મહિયર. બાપને ઘરે તો આંગણમાં જ કૂવો. આવા પાણી માટે વલખાં મારવાનાં નહીં. અહીં તો એક એક ટીપું સાચવીને વાપરવાનું. આટલા વલખાં મારતાં પાણી ન મળે તો સાસુનાં મેણાં સાંભળવાના.

  શાળામાં ભણવામાં આવતી કવિતા યાદ આવી,

  " શું કરામત તારી હું તો વારી વારી જાઉં,

  તૃષા છિપાવવા કાજ બનાવ્યા મધુર જળ."

રાજીએ આ કવિતા યાદ આવતા ભગવાનને પૂછ્યું, ક્યાં છે મધૂર જળ?" એટલામાં જ મહિયરથી આવતા બાપુને જોઈ કહ્યું," બાપુ, તમારી લાડકી રાજીનું આ દુઃખ દૂર કરો."

  સાંભળતાં જ બાપુએ દીકરીને વચન આપ્યું તારા આંગણે મધુર જળ લાવું ત્યારે જ તને મારું મોં બતાવું." આટલું કહી ત્યાંથી સીધા સરકારી કચેરીએ જઈ,રાજીના ગામ સુધી મીઠાં પાણીની નહેર આવે એવી અરજી કરી લાગતાવળગતા ને મળી જેને જેટલું નજરાણું ધરવું પડે એ ધરી ત્રણ મહિનામાં રાજના ગામમાં નહેર લાવ્યા ત્યાંથી ‌પોતાના‌ ખર્ચે રાજીના ઘર સુધી પાઈપલાઈન નાંખી રાજીના આંગણમાં મધુરજળ પહોંચાડી રાજીને મળતાં જ રાજી ઉમળકાથી બાપને ભેટી.

   લોકો પિતા પ્રેમની વાહ વાહ કરી ઉઠ્યા.


Rate this content
Log in