માસ્ક
માસ્ક
લોકડાઉન ના અંતિમ તબક્કામાં અપલેશ ને એક મીઠા મધુર સમાચાર મળ્યા. જો કે એ આ વાતની લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો.
ઘરમાં સાબુના છેલ્લા ટુકડાથી ઘસીને સ્નાન કર્યું. કપડાં ને સેન્ટ નો છંટકાવ કર્યો.
બિલકુલ નજીકના ગામમાં છોકરી જોવા જવાનું હોવાથી અપલેશે બાઇક ચાલે એવો ધુલિયો રસ્તો પસંદ કર્યો.
સાત-આઠ મિનિટ ના સમય પછી એ પહોંચી ગયો એક સુંદર મુખવાળી યુવાન સ્ત્રી આગળ.
પાંચ જ મિનિટ ની મુલાકાત પછી અપલેશ ને સગાઈ માટે રિજેક્ટ કરવામાં આવ્યા.
અપલેશે ઘણી શોધખોળ કરીને "નાપાસ" થવાનું કારણ શોધ્યું ત્યારે એની એક નાનકડી ભૂલ બહુ ભારે પડી.
છોકરી તરફથી કારણ એ આવ્યું કે આવી વૈશ્વિક બીમારી ચાલતી હોય અને જે માણસને એક "માસ્ક" પહેરવાની ગંભીરતા ન હોય એની સાથે હું મારું જીવન કેવી રીતે પસાર કરી શકું..!!