મારુ બાળપણ
મારુ બાળપણ
મારો બાળપણ પ્રેમ અજર અમર છે, જે હંમેશ મને બાંધીને જકડી રાખે છે. સવારે ઉઠું તો એ જ પાસે હોય છે. રાતે પણ એ જ કલ્પનામાં હોય છે. બાળપણની એ નિર્દોષ યાદ મને જીવંત રાખે છે.
હું નાની પાંચ વર્ષની હતી ત્યારે ખુબ જ તોફાની હતી અને બધાને હેરાન પરેશાન કરતી હતી. મારા પપ્પા સિવણ કામ કરતા હતા તો એ મારો પગ દોરીથી બાંધી એમની ખુરશીએ બાંધી દીધા હતા. મારા બચપણમાં હું ગુસ્સામાં પદ્માસન વાળીને અડંગ યોગીની જેમ બેસી રહેતી. પપ્પા જ મનાવી ને એમના હાથે જમાડતા. મારા બચપણની એ મધુર યાદો જ મારુ જીવવાનું બળ છે.
મારા માથામાં પપ્પાએ ગજરાની વેણી બાંધી હતી એ સુગંધ બની રોજ મને તરોતાજા રાખે છે, તો મારા ભોજનમાં પણ પપ્પાના હાથના પ્રેમની મીઠાશ બનીને સંતોષનો અહેસાસ અપાવે છે. આ મારો બાળપણ માટેનો કેવો પ્રેમ હું ભુલવા ચાહુ પણ ક્યારેય ભૂલતો નથી. મારો બાળપણનો આજ નિ:સ્વાર્થ પ્રેમ મને મારા બાળકોની નજીક... ઔર નજીક.. લાવે છે. એટલો તો હું મારામાં એ બાળપણ જીવતું રાખું છું.