મારે પાછુ જોઈએ બાળપણ.
મારે પાછુ જોઈએ બાળપણ.


જે ઘરમાં તમે નાનેથી મોટા થયા હોવ એ યાદો તો કઈ રીતે ભુલાય ? બાળપણની વાતજ અવિસ્મરણીય હોય. જવાબદારી વગરની જીદગી. પાંચ વર્ષ સુધી તો બાલમંદિર જવાનુંજ નહીં. પોળમાં બધા જોડે રમ્યા કરવાનું. કોઈ રમાડવાની ના કહેજે નહિ. જો કે બોલે, "દૂધપૌઆ". આ શબ્દોનો અર્થ તો મને બહુ મોટી ઉંમરે ખબર પડી. નાની નાની વાતમાં રિસાઈ જવું. ધાર્યું ના થાય તો મોટેમોટેથી રડવું. પડોશીઓ તો નાના બાળકોનું જ ઉપરાણું લે. રિસાઈ જઈએ ત્યારે તો પડોશીને ત્યાં જમી લેવાનું અને રડતાં રડતાં ત્યાંજ સૂઈ જવાનું.
મોટા ભાઈ-બહેન સાથે ઝગડો કરી ને ઈચ્છીત વસ્તુઓ પ્રાપ્ત કરવાની. નાના હોવાનો ભરપૂર લાભ મળતો સાથે સાથે મા-બાપ તથા ભાઈ બહેનનો પણ એટલોજ પ્રેમ મળતો. નાના હોવાના કારણે ઘરમાં બધી વસ્તુઓ પર પ્રથમ અધિકાર મારોજ રહેતો. એકજ ટુકડો મિઠાઈનો હોય તો મનેજ મળે. એ માટે મારે જક ના કરવી પડે. હું ખૂબ નસીબદાર રહી કે મને ઘરના અને પડોશીઓનો પ્રેમ મળતોજ રહેલો. થાય છે કે કોઈ મને મારુ બાળપણ પાછું આપે તો કેટલું સારું. તમે જયાં જન્મ્યા તે ઘરની યાદો.