STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

માલતી

માલતી

1 min
179

એકટીવા ચલાવતી માલતીનાં મગજમાં કંઈ કેટલાય વિચારો ચાલતા હતાં..વેદાંગ કેનેડા હતાં અને ચારુ બેને નાનપણથી જ વેદાંગને એકલાં હાથે મોટાં કર્યાં હતાં.

વેદાંગ બે વર્ષ પહેલાં જ કેનેડા ગયા ત્યારે કહીને ગયાં હતાં કે માલતી મારી મમ્મી ને સાચવજે.

માલતી ભાવનાઓમાં તણાઈ વિચારોમાં એકટીવા ચલાવતી દવાઓ લઈને હોસ્પિટલ પહોંચવા ઉતાવળે ચાર રસ્તા પહોંચી..

પોલીસે ઊભી રાખી અને કહ્યું કે 

 માસ્ક નાકની નીચે, એક હજાર દંડ લાવો..

માલતી કહે‌ મારાં સાસુમા ને એટેક આવ્યો છે હું દવા, ઇંજેક્શન લઈને હોસ્પિટલ પહોંચવાની ઉતાવળમાં ધ્યાન નથી રહ્યું..

પોલીસ તમે કોઈ બહાનું બતાવો પણ નહીં ચાલે...

લાવો એક હજાર રૂપિયા..

માલતી કંઈ જવાબ આપે એ પહેલાં ચાર રસ્તાની ફરતે ગગનચુંબી બિલ્ડીંગમાંથી એક સાથે દસ પંદર પાણી ભરેલા ફુગ્ગાનો મારો થયો હેપી ધૂળેટી ની ચિચિયારીઓ સંભળાઈ અને પોલીસનાં મોં પર ફુગ્ગો ફૂટતાં આંખોમાં પાણી ગયું મોં સાફ કરી ને જોયું.

માલતી એકટીવા ચાલું કરીને જતી રહી હતી..

ચારેબાજુ પોલીસે નજર કરી બધાનાં બારી બારણાં સજજડ બંધ હતાં.


સામગ્રીને રેટ આપો
લોગિન