Kantilal Hemani

Others

3  

Kantilal Hemani

Others

લોકડાઉન

લોકડાઉન

1 min
12.2K


ઘેર રહેવાનો સમય હાલમાં વધારે મળતો હોવાથી હવે ખબર પડી કે આપણી આસપાસ માં આવેલાં વૃક્ષો પર આનંદ માણવા કેવાં કેવાં પક્ષીઓ આવે છે, આજે સવારે હું આ પક્ષીઓનું વિચરણ જોઈ રહ્યો હતો, એ સમયે મારો પુત્ર અને કહે 'જો જો પપ્પા આ નનાકડું પક્ષી કેવી રીતે ફૂલને ચાંચ મારે ?'

મેં એ પીળા રંગના ફૂલને ધ્યાનથી જોયું તો એક નાનકડું પક્ષી ડાળ પર બેસીને ફૂલના થડ જેવા મજબૂત ભાગમાં ચાંચ મારીને રસ ચૂસી રહ્યું હતું.

મેં જવાબ આપ્યો: 'બેટા અત્યારે લોકડાઉન હોવાથી પક્ષી ફૂલના ખુલ્લા ભાગમાંથી રસ નથી ચૂસતું પણ સીધું ફૂલ જ્યાંથી ઉગવાનું શરૂ કરે ત્યાંથીજ રસ ખેંચી લે છે.'


Rate this content
Log in